નગરોના સર્વાંગી વિકાસ માટે સરકાર આજે રૂ.૨૦૦૦ કરોડના ચેક વિતરણ કરશે

615

રાજ્યના નગરોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના કારણે માળખાગત સવલતોનો વ્યાપ વધ્યો છે. રાજ્યની મહા નગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તા મંડળોમાં વિકાસ કામો માટે રૂ.૨,૦૦૦ કરોડના ચેક અર્પણ સમારોહ આજરોજ ટાઉન હૉલ, ગાંધીનગર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાશે. વિજયભાઇ રૂપાણી, ના. મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષધનસુખ ભંડેરીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરોના વિકાસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે અંદાજપત્રમાં રૂ. ૧૩,૧૪૯ કરોડની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. ૪૮૯૪ કરોડ ફાળવાયા છે.તે પૈકી રૂ.૨૯૬૮ કરોડના ખર્ચે ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો, જનભાગીદારી, શહેરી પરિવહન અને આગવી ઓળખના કામો, રૂ.૧૪૨૬ કરોડના ખર્ચે પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટરના કામો તથા રૂ.૫૦૦ કરોડના ખર્ચે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવામાં આવશે.

Previous articleરાજ્યમાં આ વર્ષે ધો.૫ અને ૮ના ૩૦ ટકા વિદ્યાર્થીઓને ડિટેઈન કરાશે
Next articleબંકિમ પાઠક અને હેમંત ચૌહાણ સહિત ૧૫ ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા