લોક કલાકારો તેમજ ભજનિક ભાજપમાં

601

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતના ખ્યાતનામ એવા લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, ભજનીક, લોકગાયક-ગાયિકા ભાજપામાં જોડાયા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અરવિંદભાઇ બારોટ, બિપીન સઠીયા, મંગલભાઇ રાઠોડ, લલીતાબેન ધોડાદરા, વત્સલાબેન પાટીલ, ગીતાબેન સોની, કૌશીક શ્રીમાળી, શીતલબેન બારોટ, મીનાબા જાડેજા, પુજાબેન ચૌહાણ, રિંન્કુબેન પટેલ, રામદાસ બાપુ – કથાકાર સહિત ઉપસ્થિત સૌ કલાકારોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્‌ ભાજપામાં આવકાર્યા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, હાલ સમગ્ર દેશ તથા ગુજરાતમાં ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપાની રાષ્ટ્રપ્રથમ તથા સર્વજન સુખાય સર્વજન હિતાયની વિચારધારાથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ કલાજગત તથા વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ચાર-ચાર પેઢીઓએ કરેલા અથાક પરિશ્રમનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ તે ભાજપાના દરેક કાર્યકર્તા માટે એક સૌભાગ્યની બાબત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ ભારત, સુરક્ષિત ભારતની સાથે વિશ્વમાં સૌથી મોટા ત્રણ અર્થતંત્રોમા એક સ્થાન પ્રાપ્ત કરવું એ આપણું લક્ષ્ય છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આપણો દેશ વિશ્વગુરુના સ્થાને બિરાજે તેવા સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણી ધરોહરને સાથે રાખીને દેશ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ભાજપાની રાષ્ટ્રપ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને સૌ ભાજપામાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ભાજપા એ કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે ત્યારે હું આપ સૌને ભાજપા રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારું છું. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યા તથા ગુજરાત રાજ્ય સંગીત એકેડમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસરીયા તથા ખ્યાતનામ હાસ્ય કલાકાર ઘનશ્યામ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમહેસાણા નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના ૭ સભ્યો ભાજપમાં જોડાયા
Next articleશિશુવિહાર સંસ્થા ખાતે જય વસાવડાનો વાર્તાલાપ