બિલ્ડરનું અપહરણ કરીને ૫૦ લાખની ખંડણી માંગવા આવેલા ૩ પકડાયા

422

અમદાવાદ આનંદનગર વિસ્તારમાંથી એક બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. ત્રણ લવરમુછીયાઓએ બિલ્ડર પ્રતિક પટેલનું અપહરણ કરી પરિવારજન પાસે પચાસ લાખની ખંડણી માંગી કરી હતી. જોકે પરિવારજનોએ  પ્રતિક પટેલનાં ગુમ થઈ જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડરને અપહરણ કર્તાઓની ચુંગલ માંથી છોડાવ્યો હતો.

કહેવાય છે ને પહેલો સગો પાડોશી જ હોય છે તેવી જ રીતે પહેલો દુશમન પણ પાડોશી જ હોય છે. તમારી આસપાસમાં રહેતા લોકો જ તમારી સૌથી વધુ જાણકારી રાખતા હોય છે અને સમય આવે તેનો ફાયદો પણ ઉઠાવી લેતા ખચકાતા નથી. આવો બનાવ અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં એક બિલ્ડર સાથે બન્યો. અને શોર્ટકટથી રૂપિયા કમાઈ લેવા એક બિલ્ડરનું અપહરણ કરી પરિવારજનો પાસે ૫૦ લાખની ખંડણી પણ માંગી હતી. જોકે પોલીસને બિલ્ડર પ્રતિક પટેલ ગુમ થયાની ફરિયાદ મળતા જ હરકતમાં આવી ગઈ હતી. અને ગણતરીનાં કલાકોમાં જ અપહરણ કર્તા ઓને ઝડપી લીધા હતા.

આ ત્રણેય આરોપીઓ માંથી આરોપી સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ નામનો આરોપી બિલ્ડર પ્રતિક ભાઈની સોસાયટીમાંજ રહે છે. અને તેમની તમામ ગતિવિધિઓથી જાણકાર હોવાથી મિત્રો સાથે અપહરણની ઘટનાને અંજામ આપવા માસ્ટર પ્લાન બનાવ્યો હતો. હાલ તો પોલીસે આરોપી સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ,સાગર ઈશ્વરભાઈ રબારી અને કૌમિલ પ્રજ્ઞેશભાઈ પટેલ નામનાં ત્રણેય અપહરણકર્તા ઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે. ઝડપાયેલા બે આરોપીઓ તો કોલેજમાં અભ્યાસ કરે છે અને એક આરોપી ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. પરંતુ રૂપિયાની લાલચ અને આર્થિક પરિસ્થિતિના લીધે અપહરણ કરવા જેવા ગુનાને અંજામ આપ્યો હતો. હાલ બિલ્ડરને અપહરણ કર્તા ઓની ચુંગાલ માંથી પોલીસે ગણતરીની કલાકોમાં મુક્ત કરાવતા પરિવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.

Previous articleહવે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ!
Next articleપાલિકાએ સફાઇમાં બેદરકારી દાખવનારા ૪૦ લોકોને દંડ ફટકાર્યો