ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ’’ ખાતે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ તબીબો ભાજપામાં જોડાયા હતા.આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઉપસ્થિત સૌ તબીબોને ભાજપાનો ખેસ પહેરાવી ઉત્સાહભેર આવકાર્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશભરમાં અને ગુજરાતમાં ભાજપા સંગઠન પર્વ અને સદસ્યતા વૃધ્ધિ ઝુંબેશ સકારાત્મક રીતે આગળ વધી રહી છે.


















