કુંભણ કે.વ.શાળામાં કવિઝ કોન્ટેસ્ટ

811
bvn2822018-5.jpg

પાલિતાણા તાલુકાની કુંભણ કે.વ.શાળામાં સી.આર.સી. કો.(કુંભણ) દ્વારા બાળકોમાં સામાન્ય જ્ઞાત તેમજ દેશ-વિદેશની માહિતીથી માહિતગાર થાય તે માટે કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧૧૦૦ પ્રશ્નો હતાં. જેમાં કુંભણ કલસ્ટરની કુલ સાત શાળાના ધોરણ-૬ થી ૮ના બાળકોએ ભાગ લીધો. જેમાં કુંભણ કે.વ.શાળા વિજેતા બની. જેને સી.આર.સી.કો. પ્રતાપસિંહ પરમાર દ્વારા પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરેલ. તેમજ કલસ્ટરની ભાગ લીધેલ તમામ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવેલ.