ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને કરેલી શોધ રામન ઈફેક્ટને સમગ્ર દેશમાં વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વધે અને દેશની પ્રગતિ થાય તેવા હેતુથી વિજ્ઞાનનગરી દ્વારા આજથી બે દિવસ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ જેનું ઉદ્ઘાટન નાયબ જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડેએ કર્યુ હતુ. વિવિધશાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત લોકોએ પ્રદર્શન નિહાળ્યુ હતું.