૧૬૧૫૫ બેરોજગારોમાંથી ૨૩૬ યુવાનોને સરકારી નોકરી અપાઇ

1087
gandhi1-3-2018-5.jpg

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારી ચોપડે ૧૪૦૧૦ શિક્ષિત અને ૨૧૪૫ અર્ધ શિક્ષિત બેરોજગારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૨૩૬ યુવાનોેને સરકારી તેમજ ૧૧૩૨૬ યુવાનોને ખાનગી એકમોમાં રોજગારી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગર શહેર અને જિલ્લામાં રર૨૨૬ બેરોજગારોને વિવિધ ભરતી મેળા કરીને રોજગારી અપાઇ છે.ગાંધીનગર જિલ્લામાં આવેલી રોજગાર કચેરીમાં વર્ષ ૨૦૧૭માં ૧૪૦૧૦ શિક્ષિત તેમજ અર્ધશિક્ષિત ૨૧૪૫ બેરોજગારોની નોંધણી કરવામાં આવી છે. તે અંગે વિધાનસભા સત્રમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા કેટલા બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે. 
તેની સામે શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ગાંધીનગર જિલ્લામાં ૧૦૬૬૪ જ્યારે વર્ષ ૨૦૧૭માં ૧૧૫૬૨ મળીને કુલ ૨૨૨૨૬ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે.ત્યારે કેટલાક બેરોજગારોને સરકારી અને ખાનગી એકમોમાં રોજગારી આપવામાં આવી છે. તેની સામે મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૧૨૨૪ લોકોને સરકારી તેમજ ૯૪૪૦ને ખાનગી એકમોમાં નોકરી આપવામાં આવી હતી. તો બીજી તરફ વર્ષ ૨૦૧૭માં ૨૩૬ જણાને સરકારી અને ૧૧૩૨૬ યુવાનોને ખાનગી એકમોમાં રોજગારી તંત્ર દ્વારા અપાઇ હતી. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૪૬૦ લોકોને સરકારી નોકરી અપાઇ છે. તો ૨૦૭૬૬ જણાને ખાનગી એકમોમાં રોજગારી પુરી પાડવામાં આવી છે.

Previous articleરાજકીય નહીં ૫ણ શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં આ વિધેયક લવાયુ છે : શિક્ષણ મંત્રી
Next article બજેટ ફોર ન્યુ ઇન્ડિયા બેનર હેઠળ ગાંધીનગર ખાતે મનસુખ માંડવિયા સાથે પરિસંવાદ યોજાયો