ચંદ્રયાન-૨ : વિક્રમ લેન્ડરની ચંદ્ર તરફ કૂચ

339

ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-૨થી અલગ થવાની સાથે જ આજે વિક્રમ લેન્ડર ચંદ્રથી મળવા માટે રવાના થતાં ઉત્સુકતા વધી ગઈ હતી. હજુ સુધી તમામ પ્રક્રિયા યોજનાપૂર્વક આગળ વધી રહી છે. સાતમી સપ્ટેમ્બરના દિવસે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. ત્યારબાદ ચાર કલાક પછી જ રોવર પ્રજ્ઞાન બહાર આવશે અને ચંદ્રની સપાટી ઉપર ૧૪ દિવસમાં કુલ ૫૦૦ મીટર અંતર કાપશે. વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શ કરવાની સાથે જ વૈજ્ઞાનિકોને ચંદ્રથી પૃથ્વીની વાસ્તવિક સપાટી અથવા તો અંતરને જાણી શકાશે જે હજુ પણ એક રહસ્ય તરીકે છે. પૃથ્વીથી ચંદ્ર હકીકતમાં કેટલા અંતરે છે તે અંગે પણ રહસ્ય પરથી પર્દા ઉઠાશે.

અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાએ ચંદ્રયાન-૨ની સાથે પોતાના એક લુનર લેજર રેપ્રો રેફ્લેટર સાધન મોકલ્યું છે જે વૈજ્ઞાનિકોને ચંદ્રથી પૃથ્વીના વાસ્તવિક અંતરને દર્શાવશે. નાસાના એક ટોચના અધિકારી લોરી ગ્લેજે કહ્યું છે કે, અમે ચંદ્રની સપાટી ઉપર વધુને વધુ લેજર રેટ્રો રેફ્લેટર મોકલવા માટે ઇચ્છુક છે. તેમના કહેવા મુજબ રેટ્રો રેફ્લેટર એક પ્રકારના કાંચના સ્વરુપમાં ગ્લાસ તરીકે છે જે પૃથ્વીથી મોકલવામાં આવેલા લેજર લાઇટના સિંગલને પરત મોકલે છે. વૈજ્ઞાનિકોને કહેવા મુજબ લેજર લાઇટની વાપસી પૃથ્વી પર આવ્યાની સ્થિતિમાં લેન્ડરના વાસ્તવિક સ્થાનને જાણી શકાશે. આનાથી પૃથ્વીથી ચંદ્રના વાસ્તવિક અંતર અંતર અંગે યોગ્ય મુલ્યાંકન થઇ શકશે. ચંદ્રની સપાટી ઉપર આ પ્રકારના પાંચ સાધનો પહેલાથી જ રહેલા છે પરંતુ તેમાં કેટલીક ખામીઓ રહેલી છે જેના લીધે ચંદ્રના વાસ્તવિક અંતરને જાણવામાં સફળતા મળી નથી. ઇટાલીના વૈજ્ઞાનિક એન્જેલોના કહેવા મુજબ ચંદ્રની સપાટી પર સ્થિત રેટ્રો રેફ્લેટર ખુબ મોટા છે પરંતુ ચંદ્રયાન-૨ની સાથે મોકલવામાં આવેલા રેટ્રો રેફ્લેટર લેજરના ઓછા કિરણોને નુકસાન કરે છે. આજ કારણસર હવે ચંદ્રની સપાટીના આંકડાને વધુ સરળરીતે જાણી શકાશે. આવી જ રીતે જ્યારે પ્રજ્ઞાન ચંદ્રની સપાટી ઉપર ભ્રમણ કરશે ત્યારે જમીનની ઉંચાઈ અંગે પણ માહિતી મળી શકશે. ૨૧મી જુલાઈ ૧૯૬૯ના દિવસે જ્યારે ચંદ્રની સપાટી ઉપર પ્રથમ વખત અમેરિકી અંતરિક્ષ યાત્રી નિલ આર્મ સ્ટ્રોંગે અપોલો ૧૧ મારફતે પગલું મુક્યું ત્યારે તેઓએ પોતાની પાછળ સપાટી ઉપર લેજર રેટ્રો રેફ્લેટરને મુકી દીધા હતા. આ લેજર રેટ્રો રેફ્લેટર પર પૃથ્વીની તરફ કેન્દ્રિત કરીને બે ફુટ પહોળી પેનલ પર ૧૦૦ ગ્લાસ લગાવવામાં આવ્યા છે. એમ કહેવામાં આવે છે કે, આશરે ૫૦ વર્ષ બાદ પણ આ રેટ્રો રેફ્લેટર હજુ કામ કરી રહ્યા છે. હવે ઉત્સુકતામાં સતત વધારો થઇ રહ્યો છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી તરફ આગેકૂચ કરી જતાં ઉત્સુકતા વધી ગઈ છે. હવે ચંદ્રના વાસ્તવિક અંતરને જાણી શકાશે.

ઇસરોની સિદ્ધિ : હવે સાતમી સપ્ટેમ્બર પર બધાની નજર

ભારતીય અંતરિક્ષ સંસ્થા અને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો. ચંદ્રયાન-૨ના મોડ્યુઅલથી લેન્ડર વિક્રમ સફળરીતે અલગ થઇ જતાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ઇસરોએ પણ ટિ્‌વટ કરીને આ સિદ્ધિ અંગે માહિતી આપી છે. ઇસરોના કહેવા મુજબ ભારતીય સમય મુજબ આજે લેન્ડર વિક્રમ દિવસમાં એક ૧.૩૫ વાગ્યાની આસપાસ સફળતાપૂર્વક ચંદ્રયાન-૨થી અલગ થઇ જતાં વધુ એક સિદ્ધિ મળી ગઈ છે. શનિવારના દિવસે ઇસરોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં સામેલ થયેલા એક અધિકારીએ કહ્યું હતું કે, લેન્ડર અને રોવરના અલગ થવાનો સમય સોમવારે બપોરે ૧.૩૦વાગે રાખવામાં આવ્યો છે. આજે નિર્ધારિત સમય મુજબ ૧.૩૫ વાગે લેન્ડર વિક્રમથી અલગ થઇ જતાં મોટી સફળતા ઇસરોને હાથ લાગી હતી.

હવે આગામી તબક્કો શરૂ થશે. ચંદ્રયાન-૨થી અલગ થવાની સાથે જ વિક્રમ લેન્ડર ચંદ્રની તરફ કૂચ કરી ગયું છે. વિક્રમ લેન્ડર હવે સાતમી સપ્ટેમ્બરના દિવસે દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા બાદ પોતાની પ્રક્રિયા આગળ વધારશે.

ઇસરોની સાથે સાથે સમગ્ર દેશની નજર હવે સાતમી સપ્ટેમ્બર પર કેન્દ્રિત થઇ ગઇ છે. એ દિવસે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ત્યારબાદ રોવર બહાર આવશે અને ચંદ્રની સપાટી ઉપર ૧૪ દિવસ સુધી રહીને ૫૦૦ મીટરનું અંતર કાપશે.

પાણી અને હિલિયમ-૩ પર પણ ભારતની નજર

ચંદ્ર મિશન ચંદ્રયાન-૨થી અલગ થવાની સાથે જ આજે વિક્રમ લેન્ડરે ચંદ્રની તરફ આગેકૂચ કરી લીધી હતી. હવે સાતમીએ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરનાર છે. આનાથી અનેક રહસ્યોથી પર્દા ઉચકાશે. ભારત દ્વારા અન્ય કેટલીક સિદ્ધિઓ પણ હાંસલ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. પાણી અને હિલિયમ-૩ પર ભારત વિશેષ અભ્યાસ કરવા માટે ઇચ્છુક છે. આજ કારણસર ઇસરોએ માટે વિશેષ તૈયારી ઉપર ધ્યાન આપ્યું છે. ચીન અને અમેરિકાની જેમ જ ભારતની નજર પણ ચંદ્રના સાઉથ પોલ ઉપર મળનાર પાણી અને હિલિયમ-૩ ઉપર કેન્દ્રિત થઇ છે. ચંદ્રના સાઉથ પોલમાં મળનાર પાણી અને હિલિયમ-૩ પર ભારતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એમ માનવામાં આવે છે કે, ચંદ્ર ઉપર હિલિયમ-૩નો ભંડાર એક મિલિયન મેટ્રિક ટન સુધી હોઈ શકે છે. આ ભંડારના માત્ર એક ચતુર્થાંસ હિસ્સાને જ જમીન ઉપર લાવી શકાય છે. આનાથી આશરે ૫૦૦ વર્ષ સુધી જમીનની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરી શકાય છે.

ઇસરોના ચેરમેન શિવને થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, જે દેશની પાસે ઉર્જાના આ સોર્સ હિલિયમ-૩ને ચંદ્રથી જમીન પર લાવવાની ક્ષમતા રહેશે તે સમગ્ર પ્રક્રિયા ઉપર રાજ કરશે. તેઓ આ પ્રક્રિયાનો હિસ્સો બનવા ઇચ્છુક નથી બલ્કે આનું નેતૃત્વ કરવા ઇચ્છુક છે.

Previous articleવિંગ કમાન્ડર અભિનંદનની કોકપિટમાં અંતે વાપસી થઇ
Next articleરાજ્યભરમાં ટ્રાફિકના કઠોર નિયમોનો અમલ મોકૂફ થયો