પાટનગરના સેક્ટર-૩, ૭ તેમજ ૨૯માં BSNLન્ના નવા ટાવર બનાવવામા આવશે

659
gandhi432018-3.jpg

આમતો ગાંધીનગર શહેરમાં બીએસએનએલના મોબાઇલ ફોનમાં કનેક્ટિવીટીની સમસ્યા એ જરાપણ નવી વાત નથી પરંતુ આગામી દિવસોમાં તેનો અંત આવશે. કેમ કે સેક્ટર-૩, ૭ અને ૨૯માં નેટવર્ક માટેના નવા ટાવર લગાવવાની મંજૂરી મળી ગઇ છે. તેમાં સેક્ટર-૩ અને ૨૯માં ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ સેક્ટર-૭માં જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી તેના માટે સરકારમાં દરખાસ્ત કરવાની સાથે ખાનગી વ્યક્તિઓનો સંપર્ક પણ કરવામાં આવશે. તેમ ડિવિઝનલ સુત્રોએ જણાવ્યું છે. 
આ મામલે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી. દર છ મહિને યોજવામાં આવતી ટેલિકોમ અદાલતમાં મહામંડળે આ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતાં. જે પૈકીના આ મહત્વના પ્રશ્નનું આખરે નિરાકરણ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી ટેલિકોમ મંત્રાલયમાંથી આ મુદ્દે લીલીઝંડી આપી દેવામાં આવી છે અને ટુંક સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે. 
દરમિયાન છ મહિનાને બદલે ત્રણ મહિને ટેલિકોમ અદાલત યોજવા, ટેલિફોન ઇન્કવાયરીમાં ગાંધીનગરના નંબર મળે તે માટે તે વ્યવસ્થા અપડેટ કરવા, ટેલિફોન જોડાણના બોક્સ બદલીને વાયરિંગ વ્યવસ્થિત કરી આપવા સહિતના સૂચનો ધ્યાને લેવામાં આવનાર છે. 
અધિકારી સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર નજીકના ખોરજ ગામમાં પણ મોબાઇલ નેટવર્ક માટે નવો ટાવર લગાડવાની મંજૂરી મળી છે. અહીં પણ સરકારી અથવા ખાનગી જગ્યા મેળવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવાઇ છે.
ગાંધીનગર ડિવિઝનમાં લેન્ડલાઇન ટેલિફોન બંધ થવાના કિસ્સામાં નવી કોમ્પ્યુટરાઇઝ્‌ડ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોઇપણ ફોન બંધ થયા પછી ૧૫ દિવસ સુધી બંધ રહેશે તો આપોઆપ જ તેની કમ્પલેન નોંધાઇ જશે. આ ઉપરાંત તે સમયગાળાનું બિલમાં વળતર આપવા માટે પણ તંત્ર વિચારશે. સેક્ટર-૩, ૭ અને ૨૯માં નેટવર્ક માટેના નવા ટાવર લગાવવાની મંજૂરી મળી ગઇ છે. તેમાં સેક્ટર-૩ અને ૨૯માં ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે.તેથી લોકોને લાભ મળતો થઈ જશે.

Previous article ડુંગળીનાં ભાવમાં ધરખમ ઘટાડો, રૂા.૪૦૦થી ઘટીને રૂા.૧૦૦ થયા
Next articleજિલ્લાની ૧૮૯ વ્યાજબી ભાવની દૂકાનોમાંથી ૧૮ર દુકાનોમાં ગેરરીતિઓ