રાજ્યમાં ર વર્ષમાં ૯૦ બાળકને હૃદય રોગની સારવાર અપાઈ

747
gandhi432018-2.jpg

રાજ્યમાં ૨ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગતમાં ૯૦ જેટલા વિદ્યાર્થીઓને હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું હતું, જેમાં તમામ બાળકોને સરકાર દ્વારા સારવાર આપી હોવાનું ગૃહની પ્રશ્નોત્તરીમાં બુધવારે બહાર આવ્યું હતું.
સાણંદના કનુભાઈ પટેલે રાજ્ય સરકારને કેટલાં બાળકોની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમમાં કરવામાં આવી છે. તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં સરકારે અમદાવાદ શહેર અને જિલ્લાનાં કુલ ૮ લાખ બાળકોને તપાસ કરી હોવાનું જણાવ્યું હતું. ૃ
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન આપવામાં જવાબ મુજબ રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય તપાસમાં બહાર આવ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં ૩૨ અને ૨૦૧૭માં ૫૮ જેટલાં બાળકોને હૃદયની બીમારી હતી, જેમાં રાજ્ય સરકારે તમામ હૃદયરોગનાં બાળકોને સારવાર આપી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વર્ષ ૨૦૧૬માં રેફરલ સારવાર અને તજ્જ્ઞ સારવાર હેઠળ ૧૫૧૦ વિદ્યાર્થીઓ, અને ૨૦૧૭માં ૨૨૪૫ જેટલા વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી હતી.

Previous articleજિલ્લાની ૧૮૯ વ્યાજબી ભાવની દૂકાનોમાંથી ૧૮ર દુકાનોમાં ગેરરીતિઓ
Next articleઆજે લાખોની લકઝુરીયસ ગાડીઓ લઈ ધારાસભ્યો પ્રજાની સેવામાં