મ.કૃ.ભાવ. યુનિ. દ્વારા સભાસદોની ૪૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

384

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., ભાવનગર સભાસદોની ૪૮મી વાર્ષિક સાધારણ સભા અને નિવ્ત્ત સભાસદ સન્માન સમારંભ-ર૦૧૯ એમ બેવડા કાર્યક્રમો તા. ૧-૯-ર૦૧૯ના રોજ રસોઈ ડાઈનિંગ હોલ, કાળુભા રોડ, ભાવનગર ખાતે યોજાયા. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકેમ ંડળીના પ્રમુખ ડો.પી.એ.ગોહિલ, મંડળીના માનંદ મંત્રી મિલનસિંહ એલ. પરમાર, કારોબારી સભ્ય કલ્પેશસિંહ એમ. ઝાલા, રૂદ્રદેવસિંહ બી. રાણા, પી.એન. વિસનગરા, બી.સી. સોલંકી, ઉષાબહેન ગોહિલ તથા અતિથિ વીશેષ તરીકે યુનિવર્સિટીના કુલસચિવ ડો.કે.એલ.ભટ્ટ અને ઈ.સી. સભ્યો ડો.જી.પી. જાડેજા ઉપસ્થિત રહેલા આ ઉપરાંત યુનિવર્સિટીના શૈક્ષણિક તથા વહિવ્ટી અધિકારીઓ તથા પદાધિકારીઓ અને કર્મચારી સુભાસદો હાજર રહેલ ઉકત કાર્યક્રમમાં ર૦૦થી વધારે બહોળી સંખ્યામાં સભાસદોએ હાજરી આપેલ. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી ત્યાર બાદ સરહદની રક્ષા કાજે શહિદ થયેલ આપના વીર જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાજંલિ આપવામાં આવી. સભાસદોની સુખાકારી માટે હંમેશા કટીબદ્ધ મંડળી દ્વારા મંડળીની વાર્ષિક સાધારણ સભામાં સભાસદોની ધિરાણ મર્યાદા ૧૮ લાખ સુધી કરવામાં આવી, આ ઉપરાંત શહિદોને શ્રદ્ધંજલિના ભાગરૂપે સભાસદો દ્વારા વધુમાં વધુ ફાળો નિયમિત દર માસે શહિદ્ય સૈનિકોના પરિવારને દ રમાસે પગારમાંથી કપાત કરી આપવાનું સમાજને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડે તેવો નિર્ણય લેવામાં આવ્ય્‌ અને સાથો સાથ સ્વદેશી વસ્તુ અપનાવવી અને વિદેશી બનાવટી વસ્તુઓનો ત્યાગ કરવાની નેમ લેવામાં આવી. માનદમંત્રી મિલનસિંહ એલ. પરમારે વાર્ષિક સાધારણ સભાનું સફળ સંચાલન કરી મંડળીની વિવિધ કામગીરીથી સૌને અવગત કરાવ્યા અને મંડળીની સફળતાના વિવિધ આયામોથી માહિતગાર કરેલ. ત્યાર બાદ ગત વર્ષે નિવૃત્ત થયેલ કુલ ૧૧ સભાસદોનું સહપરિવાર સ્ટેજ પર આમંત્રિત કરી હાજર સૌ સભાસદો અને આમંત્રિતોએ પોતાની જગ્યા પર ઉભા થઈ તાળીઓના ગડગડાટથી વધાી નિવૃત્ત સભાસદોને કાયમી સંભારણું રહે તેવું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ બાદ સૌ સભાસદો અને  આમંત્રિતોએ સહર્ષ રાત્રી ભોજન સાથે લીધું હતું.

Previous articleદામનગર ખાતે સુપોષણ માસની ઉજવણી કરાઈ
Next articleજાફરાબાદમાં વરસાદ થતાં માછીમારોને ૧૦ કરોડનું નુક્શાન