શિવકુંજ આશ્રમ ખાતે ત્રિદિવસીય યુવા શિબિરનું સમાપન

734
bvn532018-5.jpg

સતત ૨૪માં વર્ષે પણ શિવકુંજ માનસ પરિવાર દ્વારા ત્રિદિવસીય યુવા આધ્યાત્મિક શિબિરનું આયોજન અધેવડા ખાતે આવેલ શિવકુંજ આશ્રમમાં પૂ.સીતારામ બાપુના સાનિધ્યમાં કરાયું હતું. અહીં શિબિરમાં સંસ્કૃત સંસ્કૃતિ અને સંસ્કાર વિષય ઉપર અલગ અલગ મહાન વિદ્વાન પ્રવક્તાઓ દ્વારા યુવાનોમાં સંસ્કૃતિ અને સંસ્કારના વારસાનું સિંચન થાય તેવા પ્રવચનો આપવામાં આવ્યા હતા. સાથો સાથ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પઠન પણ કરવામાં આવ્યા હતા. શિબિરના ત્રીજા એટલે કે સમાપનના દિવસે સવારે તમામ યુવાનો અને શિબિરમાં આવેલા તમામ લોકોના હસ્તે સુંદકારન્ડ ના પઠનની યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી ખરા અર્થમાં જોઈએ તો અહીં જ્ઞાનની આહુતિઓ વિદ્યાર્થીઓ ના માનસ ઉપર આપવામાં આવી હતી. વિસરતી જતી સંસ્કૃત ભાષા અને હવે તો ગુજરાતી ભાષા પણ  ખૂબ પ્રકાશ આપી સંસ્કૃતના વિદ્વાનો દ્વારા ભાષાની સાચી સમજણ અપાઈ હતી. સમાપન ના દિવસે યુવા કટાર લેખક અને કોલમિસ્ટ અને સમગ્ર વિશ્વમાં જાણીતા મોટીવેશનલ પ્રવક્તા કે યુવાનોને સાચી દિશા અને કઈ કરવાનું જોમ ભરી દે એવા શ્રી જય વસાવડા ખાસ ઉપસ્થિત રહીને આપણો વારસો અને આપણું શિક્ષણ ઉપર યુવાનોને ખાસ પ્રવચન આપ્યું હતું તેમને પોતાની વાતમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ભવિષ્ય ના ઘડવૈયા છે અને તેમની પ્રગતિનો સંબંધ ગતિ કરતા દિશા સાથે વધુ હોય છે. વિવિધ ઋતુઓને પોખવી એ આપણો ભારતીય વારસો છે જે આપણે ભૂલ્યા છીએ. આપણી ગુલામીની અસરે આપણી સંસ્કૃતિની વ્યાખ્યા ફેરવી નાખી છે આ રીતના પોતાના વતક્તવ્ય ના અવિરત શાબ્દિક પ્રવાહ માં શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા પોતાની આગવી શૈલીમાં યુવાનોને ખુબજ ઉમદા અને જીવનમાં આગળ વધવા માટેનો સંદેશો આપ્યો હતો. જય વસાવડા સાથે ડો. ગૌતમભાઈ પટેલે પણ સમાપન પ્રવચન પાઠવ્યું હતું અહીં વિશેષમાં સુભાષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને પૂ સીતારામ બાપુએ સમાપન વિધિમાં યુવાનોને જીવન પ્રેરક વાતો કહીને શિબિરને સમાપ્ત કરી અને આગામી ૨૫મી શિબિરનું આયોજન પર પણ પ્રકાશ ફેંક્યો હતો. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોએ આ શિબિરનો લાભ લીધો હતો અને જ્ઞાન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું શાબ્દિક સંચાલન શરદભાઈ વ્યાસે કર્યું હતું અને આ આદ્યાત્મિક શિબિરનું સંપાદન ધારાશાસ્ત્રી શરદભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું. સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે આશ્રમ પરિવારના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.