બજેટ સત્રમાં હાજર સાંસદ શિયાળે અધિકારીઓને સારવારની તાકીદ કરી

744
bvn732018-15.jpg

રંધોળા પાસે આજે વહેલી સવાર ના થયેલા ગમખ્વાર અકસ્માત ના દિલ્હી પાર્લામેન્ટ બજેટ સત્ર માં હાજર સાંસદ “ડો.ભારતીબેન શિયાળ”  અને તળાજા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ ને મળતા તુરંત જ કલેકટર,જીલ્લા પોલીસ અધિકારીજીલ્લા વિકાસ અધિકારી ડીએસઓ તેમજ સંબધિત તમામ અધિકારીઓ ને તત્કાલ અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવાર જનો ને સારવાર તેમજ મદદ કરવા તાકીદ કરી ભારતસરકાર ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવાર જનોને સહાય આપવા રજુઆત કરેલ.
તત્કાલ દિલ્હીથી ભાવનગર ખાતે થયેલ અકસ્માત માં ઘાયલપરિવારજનો ની મુલાકાતે અને મૃતકોની સ્મશાનયાત્રા માં હાજરી આપવા દિલ્હીથી રવાના થયેલ.