રંઘોળા દુર્ઘટનામાં ૩૬ લોકોના ભોગ લેનાર ડ્રાઈવર ઝડપાયો

994
bvn1032018-1.jpg

ભાવનગર-રાજકોટ હાઈવે પર રંઘોળા પુલ પરથી જાનૈયા ભરેલો ટ્રક ડ્રાઈવરની બેદરકારીથી નીચે ખાબકતા ૩૧ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ૫ના સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યા છે. બનાવ અંગે ઉમરાળા પોલીસે ટ્રક ડ્રાઈવર વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરતા મહુવા ડીવાયએસપી સ્ક્વોર્ડ દ્વારા મહુુવાના કોંજળી ગામમાંથી ટ્રક ચાલકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે મહુવા ડીવીઝનના ઈન્ચાર્જ ડીવાયએસપી ડી.ડી ચૌધરીને તાજેતરમાં ભાવનગરના રંઘોળા નજીક થયેલ અકસ્માત અનુસંધાને સુલેહ – શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર  જરુરી  પ્રેટ્રોલિંગ રાખવા તેમજ ટ્રક ડ્રાઈવરની વોચમા રહેવા  આપેલ સુચના અનવ્યે  મહુવા ડીવીઝન સ્ક્વોર્ડના અધિકારીનાં માર્ગદર્શન હેડળ પો.સ.ઈ તથા સાથેના સ્ક્વોર્ડના  પો. માણસો  મહુવા ડીવીઝન   વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના પો.કો જયરાજસિંહ રાજેન્દ્રસિંહના  તેમના વિશ્વાસુ બાતમીદાર દ્વારા રંઘોળા નજીક થયેલ અકસ્માતનો ટ્રક ડ્રાઈવર ક્યાં છૂપાયો છે તે અંગે બાતમી મળતા બાતમી આધારે  કોંજળી ગામ (તા – મહુવા )   આવતા ઉમરાળા  પો.સ્ટેના ઈ.પી.સી  કલમ ૩૦૪ (અ) ૨૭૯ વિગરે  મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નિતીનભાઇ લાલજીભાઇ વાઘેલા, ઉ.વ – ૨૮, રહે – અનિડા નો બાતમીદારે જણાવેલ જગ્યાએ હાજર હોય તેને પકડી પાડી તેના પર કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં મહુવા ડીવીઝન સ્ક્વોર્ડના અધિકારી તથા  પો.કો જયરાજસિંહ રાજેન્દ્રસિંહ, પોકો અરવિંદભાઈ ધરમશીભાઈ, પો.કો ગીરીરાજસિંહ ઝાલા, પો.કો પોપટભાઈ વેલાભાઈ વિગેરે સ્ટાફના પોલીસ માણસો જોડાયા હતા.

Previous articleપીએનઆર સોસા. દ્વારા નેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ક્યુઝન સ્ટ્રેટજીસ ટુ એચીવ ઈન્કલુઝીવ
Next articleવાર્ષિક અંદાજપત્ર ફકત ૧પ મિનિટમાં સ્ટે.કમિટીએ પાસ કર્યુ