રૂા.૨૪.૨૧ કરોડના જનસુવિધા-જનસુખાકારીના ત્રણ પ્રકલ્પોપનું લોકાર્પણ-ખાતમુહૂર્ત : મુખ્ય મંત્રી

315

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  છે કે રાજય સરકારે શહેરોના સંતુલિત વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, જયાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પેને સાકાર કર્યો છે. જીડીપીની સાથે નાગરિકોનો હેપ્પીીનેસ ઇન્ડેાક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

મુખ્યામંત્રીએ ઉમેર્યું કે દિન પ્રતિદિન શહેરીકરણનો વ્યાપ વધી રહયો છે, ત્યારે નગરપાલિકાઓ દ્વારા લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી વિવાદ નહીં પરંતુ સંવાદથી નાગરિકોને સાથે લઇ પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી છે.

આણંદમાં અદ્યતન સિવિલ હોસ્પિરટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં જમીનની પસંદગી કરી પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્યોમંત્રીએ જણાવ્યું  હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે દૂધનગરી આણંદ ખાતે પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિઓતિમાં નગરપાલિકા દ્વારા શહેરના લોટેશ્ચર તળાવ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેઇજીની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવા સાથે આણંદ નગરપાલિકા સંકુલ સામે એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાનું તેમના જન્મદિને અનાવરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આણંદ નગરપાલિકા દ્વારા રૂા.૬.૧૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ બાકરોલ તળાવ, અવકુડા દ્વારા રૂા.૧.૨૦ કરોડના ખર્ચે નિર્મિત કૃષિ કોલેજથી દાંડી માર્ગનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અમૃત પ્રોજેકટ હેઠળ રૂા.૧૬.૮૬ કરોડના ખર્ચે ટી.પી.નં.૯ માં અમૂલ ડેરી રોડ ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફૂટપાથ નવીનીકરણ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે રૂા.૨૪.૨૧ કરોડના ત્રણ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જનવિકાસ ઝુંબેશ અંતર્ગત તારાપુર તાલુકાના ૧૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  છે કે એકાત્મી માનવવાદ અને અંત્યોરદયના પ્રણેતા પ્રખર રાષ્ટ્રીવાદી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ તેમની જન્મકતિથિએ તેમના સદ્દગુણો અને વિચારો જીવનના ઉચ્ચપતમ મૂલ્યોર આજે પણ આપણા પથદર્શક બની રહયા છે. માનવતાના સાચા ઉપાસક, સંગઠનકર્તા અને દ્રરિદ્ર નારાયણના ઉત્કયર્ષ અને સામાજિક ચેતનાના ઉત્થાએન માટે સૌને કટિબધ્ધા થવા તેમણે જણાવ્યું હતું. પંડિત દિનદયાળ ઉપાધ્યાયયજીએ જ્ઞાતિ-ધર્મ-જાતિ-ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્રગવાદને કેન્દ્રં સ્થાદને રાખી છેવાડાના માનવીના કલ્યાાણનું લક્ષ્યક સેવ્યુિં હતું, તો પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નહ શ્રી સ્વા.અટલ બિહારી વાજપાઇજીએ ભારત માતાને આરાધ્યણ દેવ ગણીને કવિતાના માધ્ય મથી રાષ્ટર્વાદના રંગોમાં દેશને રંગ્યોથ હતો.

આ બંને મહાનુભાવોની યાદો અવિસ્મઞરણીય રહે તે માટે આણંદ નગરપાલિકાએ કરેલ કાર્યને તેમણે બિરદાવ્યુંન હતું.

મુખ્યવમંત્રીએ જણાવ્યું  કે ગુજરાતના શહેરોનો પણ વૈશ્ર્‌વિક વિકાસ થાય  તે માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેરોમાં બાંધકામ પ્રવૃતિને સુનિશ્ચિત કરવા માટે રાજય સરકારે કોમન જી.ડી.સી.આર. હેઠળ અનેકવિધ નિર્ણયો કર્યા છે.