ભાવનગર મહિલા કોંગ્રેસ દ્વારા  નવા ટ્રાફિકના નિયમમાં ફેર વિચારણ કરવા  આરટીઓ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

543

ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા નવા અમલ થયેલ મોટર વ્હીકલ એકટ અંગે ફેર વિચારણા કરવા, તંત્ર દ્વારા જરૂરી વ્ય્વસ્થા ગોઠવવા બાદ કાયદાનો વ્યવહારૂ રીતે અમલ કરવા અંગે આર.ટી.ઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર બહેનો રેલી સ્વરૂપે આર.ટી.ઓ કચેરીએ પહોંચ્યા હતાં અને સુત્રોચ્ચાર કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાન બહેનો દ્વારા આર.ટી.ઓના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ટ્‌્રાફિક અંગેના નવા નિયમની અમલવારી થતાં જરૂરી વ્ય્વસ્થાના અભાવે વાહન ચાલકોને તગડો દંડ ભરવો પડે છે. આ ઉપરાંણ પાર્કિંગ, હેલ્મેટ સહિતના મુદ્દાઓ અંગે પણ લોકોને પડતી મુશ્કેલી અંગે હકારાત્મક ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.

Previous articleઆંતર કોલેજ યુવક મહોત્સવ અંતર્ગત રંગદર્શી કલાયાત્રા નિકળી
Next articleતળાજામાં સતત ત્રીજા દિવસે તસ્કરોની ખેપ