નિકોલમાં શિક્ષિકાને પગાર ન આપી ધમકી આપનાર સ્કૂલના ટ્રસ્ટી સામે FIR

443

શહેરનાં નિકોલમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી ગોગન સગરે એક મહિલા શિક્ષિકાને પગાર નહી આપી પોતે રાજકીય વગ ધરાવે છે અને કોઈ એનું કાઈ કરી નહી શકે એવી ધમકી આપી હોવાનો આક્ષેપ ફરીયાદી શિક્ષિકાએ કર્યો છે. સમગ્ર બાબતને લઈને નિકોલ પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાત એમ છે કે, નવા નિકોલમાં રહેતા ૨૩ વર્ષીય દેવીબહેન પટેલ નિકોલમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અગાઉ શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. ગત તા. ૩૧મી જુલાઈના રોજ સ્કૂલમાં મિટિંગ હોવાથી ટ્રસ્ટી ગોગન સગરની ચેમ્બરમાં ગઈ હતી.

આ મિંટિગમાં પ્રિન્સિપાલ સહિતના લોકો હાજર હતા. આ સમયે દેવીબહેને કહ્યું કે, તેમની સેલેરી એકાઉન્ટમાં સેલેરીના પૈસા જ નાખવા પણ વધારાના પૈસા નાખવા નહિ, અને તમે મારો ચેક પણ ક્યાં આપો છો? આવું કહેતા જ ટ્રસ્ટી ગોગન ભાઈએ મહિલાને કાઢી મુકવાની વાત કરી હતી.

આથી મહિલાએ અરજી આપી કે, તેના કામને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે અને બાદમાં એક માસ તેણે કામ ચાલુ રાખ્યું હતું. બાદમાં ૫ સપ્ટેમ્બરના રોજ મહિલા ટ્રસ્ટીની ઑફિસમાં પગાર લેવા જતા ટ્રસ્ટીએ ધમકાવી હતી અને કહ્યું હતું કે, તને કઈ નહી મળે અને તે પોતે રાજકીય વગ ધરાવે છે. આથી તેનુ કોઈ કાંઈ કરી નહી શકે. મહિલાને એવી પણ ધમકી આપી કે, તેને ગાયબ કરી નાખશે,”.

આખરે મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને રજુઆત કરતા પોલીસે સ્લૂકના ટ્રસ્ટી વિરુદ્ધ ધમકી આપવાની આઇપીસી ૫૦૬ (૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleપ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ છે : રાજ્યપાલ
Next articleસ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યાઃ વડોદરામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય