રાજ્યસભાના ફોર્મ ભરવામાં રાજુલા ભાજપના આગેવાનો ઉમટી પડશે

1212
guj1232018-1.jpg

રાજસભાના ભાજપના રાષ્ટ્રીય નેતા પરશોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાને ફરી રીપીટ કરતા તા.૧ર-૩ને સોમવારે ગાંધીનગર ખાતે રાજુલા, જાફરાબાદના ભાજપના બહોળી સંખ્યામાં આગેવાનો ઉમટી પડશે.
રાજસભાના બે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પરશોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાને ભાજપ હાઈકમાન્ડ દ્વારા રીપીટ કરતા તા.૧ર-૩ને સોમવારે ગાંધીનગર ખાતે નામાંકન ભરવા અમરેલી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં આગેવાનો ઉમટી પડશે. જેમાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળની ટીમ તેમજ રાજુલાથી જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, દિલીપભાઈ જોશીની ટીમના બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો ગાંધીનગર જવા રવાના થયા છે.