આજે સાતમું નોરતુઃ કાલરાત્રી માતાની પૂજા કરવી

800

તેમના નામ પ્રમાણેજ શ્યામવર્ણી માતા કાલરાત્રી એ દુષ્ટ આત્માઓના સંહાર કરવા વાળી છે. તેમની આરાધનાથી શત્રુઓનો વિનાશ નિશ્ચિત થાય છે. ભયાનક સ્વરૂપ ધરાવતી આ માતા મંગળકારી પણ એટલી જ છે. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી “શુભંકરી” તરીકે પણ ઓળખાય છે.

કાલરાત્રિ માનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાનું છે. મા કૃષ્ણ વર્ણનાં છે. ત્રણ નેત્રો છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોચ્છ્‌વાસમાં અગ્નિ જવાળાઓ પ્રકટે છે. ગદર્ભ પર બિરાજિત છે. સાતમા દિવસે માનું પૂજન-અર્ચન-સાધના કરવાથી ભૂત-પ્રેતાદિથી તથા જળથી રક્ષણ થાય છે. ઉપાસના મંત્રો – ‘કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્‌, ધમૉર્થ કામદાયિનીમ્‌, કાલરાત્રિં પ્રણમામ્યહમ્‌ – ‘ઓમ્‌ કર્લીં કાલરાત્રિં ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા’. (જી.એન.એસ)

Previous articleવચનામૃતની પ્રમાણભૂતતા – ભૌગોલિક સ્થાનોના આધારે
Next articleવલભીપુરની બ્રાન્ચ શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો