નર્મદાનાં પાણીનો હિસાબ માંગતા ખેડુતોની અટકાયત

619
gandhi1432018-2.jpg

ગુજરાતમાં પડોશી રાજય મહારાષ્ટ્રમાં હજારો ખેડુતો પોતાની સમસ્યાઓ લઇને મુંબઇમાં ભેગા થયા હતા ત્યારે ગુજરાતનાં ખેડુતોની સમસ્યાઓ નાં ઉકેલ માટે તથા નર્મદાનાં પાણીનો હિસાબ માંગવા માટે ખેડુત આગેવાનો ગાંધીનગરમાં ધરણા પર બેઠા હતા. 
ધરણા માટે મંજુરી માંગવામાં આવી હતી પરંતુ મંજુરી આપવામાં આવી નહોતી. ત્યારે સત્યાગ્રહ છાવણીએ ધરણા પર બેઠેલા ૧૩ લોકોને પોલીસને ઉઠાડીને અટકાયતમાં લઇ લીધા હતા. તેમ છતા મંગળવારે ફરી બેસવાની તૈયારી દર્શાવી છે. 
ખેડુત આગેવાન સાગરભાઇ રબારી તથા અન્ય ખેડુત આગેવાનો દ્વારા સરકાર પાસેથી ખેડુત હિતનાં વિવિધ મુદ્દે જવાબ માંગવા તા ૧૨મીથી ૧૬મી માર્ચ સુધી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમા નર્મદાનું પાણી કયાં ગયુ ? કેનાલ નેટવર્કની અધુરી કામગીરી, ખેડુતોને નર્મદાનું પાણી ન મળવાની સમસ્યા, પાણીનાં વિતરણમાં ખેડુતોને પ્રતિનીધીત્વ આપવામાં આવે, કલ્પસર યોજનામાં ખેડુતોની જમીનો લીધા બાદ શું થયુ ? જેવા સવાલો જાહેર કરવામાં આવ્યા હતા. જે ઉપરાંત ખેડુતોને દેવા માફી આપવામાં આવે તથા પાક વિમો આપવામાં આવે, પ્રિમીયમ ઉઘરાવ્યા બાદ કંપનીઓ વિમોનું વળતર આપતી નથી. 
ખેત ઉપજનાં ટેકાનાં ભાવ પડતર ખર્ચનાં ૫૦ ટકા ઉમેરીને આપવામાં આવે, ખેડુતોને તેલંગણા, પંજાબની જેમ મફત વિજળી આપવામાં આવે, જમીન સંપાદન સહિતમાં ખેડુતો વિરોધી કાયદા નાબુદ કરવામાં આવે તથા કાયમી કૃષિ નીતિ અને કૃષિ પંચની રચના કરવાની માંગ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજયભરમાંથી ખેડુતોને ચર્ચા તથા માંગણીને પ્રબળ બનાવવા માટે આમંત્રીત કરાયા હતા. પરંતુ વધુ ખેડુતો આવે તે પહેલા જ સાગરભાઇ સહિત ૧૩ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને ડીએસપી કચેરી ખાતે સાંજ સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.

Previous articleરાજ્યનું દરિયાઇ મત્સ્ય ઉત્પાદન ૬.૯૯ લાખ મે.ટન પહોંચ્યુઃ ઊર્જા મંત્રી
Next articleગુજરાત આજે પણ કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે : કૃષિ મંત્રી આર.સી.ફળદુ