શહેરમાં ૧૬ થી ૧૮ દરમ્યાન સાઈકલ પોલો ટુર્નામેન્ટ યોજાશે

772
bhav1532018-7.jpg

ભાવનગર શહેરમાં સતત ત્રીજા વર્ષે પણ ત્રણ દિવસીય પોલો ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પોલોના ખેલાડીઓ સાઈકલ સાથે પોલોની મેચ રમશે. એક્રેસીલ પ્રા.લિ.ના  એમ.ડી. અને છેલ્લા ત્રણ વર્ષથી ભાવેણાના આંગણે પોલો ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરી વિશ્વભરમાં ભાવેણાનું નામ ગુંજતું કરનાર અગ્રણી ઉદ્યોગપતિ ચિરાગ પારેખ દ્વારા આગામી તા. ૧૬ માર્ચેથી ૧૮ માર્ચ દરમ્યાન શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાઈકલ પોલો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ જાઈવેન્ટ દરમ્યાન બોલીવુડના સિનેસ્ટાર્સ લોકોનું ભરપુર મનોરંજન કરશે. આ ઈવેન્ટમાં વિનામુલ્યે લોકો પ્રવેશ મેળવી સમગ્ર મેચનો રોમાંચ માણી શકશે. 
આ ટુર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લેશે અને ૧૮ માર્ચે રાત્રીના સમયે ફાઈનલ મેચ યોજાશે. ભાવેણાવાસીઓ નવુ પ્રાપ્ત કરી શકે તેવું સુંદર આયોજન ચિરાગ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર ઈવેન્ટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. 

Previous articleગ્રીનસીટીમાં ’સ્મૃતિવન’નું અસ્તિત્વ મટી ગયું, વર્ષ ૧૯૯૧માં બનેલું વન મેદાન બની ગયું 
Next articleધાડ- વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ‘ભતીયા ગેંગ’ના ૩ ઝબ્બે