આડોડીયાવાસના રહેણાંકી મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ ઝડપાયા

654
bhav1532018-2.jpg

શહેરના કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારના રહેણાંકી મકાનમાં ચાલતુ જુગાર ધામ પર ઘોઘા રોડ પોલીસે રેડ કરી ૭ ગેમ્લબરોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. 
ઘોઘારોડ પો.સ્ટાફના માણસો ને બાતમીરાહે મળેલ હકિકત આધારે આડોડીયાવાસ માં રહેતા મુન્નાભાઇ ચરણભાઇ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં આર્થીક લાભ માટે બહારથી માણસો બોલાવી  નાળ ઉઘરાવી પૈસા-પાના વતી હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમી આધારે પોલીસ રેડ કરી કુલ-૭ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૩૨,૭૦૦/-, મોબાઇલ નંગ-૫ કિ.રૂા.૬૦૦૦/- મળી કુલ કિ.રૂા.૩૮,૭૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી જે તમામ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૪-૫ મુજબ  હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. 
મુન્નાભાઇ ચરણભાઇ રાઠોડ રહે. આડોડીયાવાસ મહાવીર નગર રોડ, સોહિલભાઇ સલીમભાઇ તરકવાડીયા રહે.ભીલવાડા સર્કલ, ઝરીનાબેન અજીયાણીના મકાનમાં ભાડેથી ભાવનગર, યોગેશભાઇ હરજીભાઇ ડાભી, ઇરફાનભાઇ યુનુસભાઇ શેખ, મંહમદ ઉર્ફ કાસમ ઉમરભાઇ ચુવાણ, અબ્દુલભાઇ ઉર્ફે શેખ મસ્જીદભાઇ શેખ, સોયબ જાહિદભાઇ રફાઇને ઝડપી લીધા હતાં. 
આ સમગ્ર કામગીરીમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.એમ.સોલંકી, પો.સબ.ઇન્સ એચ.સી.ચુડાસમા, પો.સ્ટાફના એ.એસ.આઇ એમ.એમ.મુનશી , હેડ કોન્સ ડી.આર.ચુડાસમા, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, જયદિપસિંહ જાડેજા, ફારૂકભાઇ મહિડા, ખેંગારસિંહ ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, મહેશભાઇ કુવાડીયા, ચિંતનભાઇ મકવાણા, જયેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે પો.સ્ટાફના માણસો જોડાયા હતાં.

Previous article યુનિ. દ્વારા સેમ.ર-૪ના પરીક્ષા ફોર્મ ભરવા ૧૦ દિવસ વધારવા એબીવીપી દ્વારા માંગણી
Next article ધાતરવડી ડેમમાં પડેલ બાકોરૂ ચોમાસા પુર્વે રીપેર કરવા છ ગામના લોકોની માંગ