તાજેતરમાં તા. ૧૩-૩-ર૦૧૮ના રોજ અમરેલી ખાતે જીલ્લા મહિલા સંમેલન યોજાયેલ હતું અને આ સંમેલનમાં રાજુલા શહેર ગોકુલનગર આંગનવાડી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા રેખાબહેન બચુભાઈ ચૌહાણને અમરેલી ખાતે સરકાર દ્વારા ઉત્તમ કામગીરીથી માતા યશોદા એવોર્ડ અને સાથે પ્રમાણપત્રથી નવાજવામાં આવેલ સાથે સાથ સરકાર તરફથી રૂા. ર૧૦૦ની ધનરાશી પણ અર્પણ કરવામાં આવેલ હતી. આમ રેખાબહેન ચૌહાણને એવોર્ડ મળતા સમસ્ત કોળી સમાજનું ગૌરવ વધારતા કોળી સમાજ તેમજ આંગનવાડી કેન્દ્રના સીડીપીઓ નીતાબહેન તેમજ જાફરાબાદ સીડીપીઓ મંજુલાબહેન કોલડીયાએ પણ અભિનંદન આપેલ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ અભિનંદનની વર્ષા થઈ રહી છે. રાજુલા કોળી સમાજના આગેવાન અને નિવૃત્ત નાયબ મામલતદાર બચુભાઈ ચૌહાણની પુત્રી અને સરકારી સ્ટાફ દ્વારા પણ અભિનંદન આપતા કહેલ કે કુપોષીત બાળકોને પોષીત કરે અને આજનું બાળક આવતીકાલના રાષ્ટ્ર માટે કયા સ્ટેજ પર રહી સેવા બજાવશે પણ જો તંદુરસ્ત બાળક હશે તો વિકાસ થશે જે રખાબહેન ચૌહાણ અન્ય આંગણવાડી કેન્દ્રોના વૃકરો હેલ્પરો માટે પ્રેરણા રૂપ છે.