બ્રહ્મભટ્ટ યુવા નિર્માણ સેનાના હોદ્દેદારોની કરાયેલી વરણી

883
bvn1992017-3.jpg

સિહોર ખાતે બ્રહ્મભટ્ટ બારોટ સમાજના યુવાનોની મિટીંગ મળી હતી. જેમાં સમાજના યુવા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ સિહોરમાં બ્રહ્મભટ્ટ બારોટ સમાજના ઉત્થાન માટે વિશ્વભરમાં કામ કરતા સંગઠન બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાની રચના કરવામાં આવી હતી.
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના કન્વીનર તરીકે યુવરાજ એ. રાવની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ અન્ય હોદ્દેદારોમાં સહ કન્વીનર પદે ધનરાજ રાણા, તરૂણ મલુકા, મંત્રી તરીકે અર્જુન રાણા, જીગ્નેશ જી. રાણા, સંકેત રાણા, કલ્પેશ રાણા, ખજાનચીમાં મીત મલુકા, રીધમ મલુકા તેમજ સંગઠન મંત્રી તરીકે પ્રતિક રાણા, સંજય રાવ, પાર્થ જે. રાણા, રવિ દેવલુક અને શહેર નિરીક્ષક તરીકે દિગ્વિજય રાણા અને વ્યવસ્થા કમિટીમાં દેવાંગ જે. રાણા, રોહન રાણા, હિમાંશુ સોંડાણી અને સાગર મલુકા, પ્રચાર મંત્રીમાં યોગી રાણા, વિશાલ રાવ, હિમાંશુ રાણા અને સમીર મલુકાની નિમણુંક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના યુવા અગ્રણીઓ આનંદભાઈ રાણા, હિતેશભાઈ મલુકા, અનિલભાઈ પ્રબતાણી, યોગેશભાઈ મલુકા, પીયુષભાઈ રાણા અને જીતેન્દ્રભાઈ રાવ ઉપસ્થિત રહીને બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાની સમગ્ર ટીમની વરણીને સિહોર બ્રહ્મભટ્ટ સમાજ હર્ષની લાગણી સાથે આવકારી હતી અને તમામ હોદ્દેદારોને અભિનંદન આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું