પેથાપુરને બીજું ‘પીરાણા’ નહિં બનવા દઇએ : નગરજનોએ ઠાલવેલો રોષ

722
gandhi1932018-2.jpg

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં નિકળતા કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવા માટે સરકારે પેથાપુરમાં જમીન એક્વાયર કરી દીધી છે. સર્વે નંબર પણ આપી દીધો છ ત્યારે નગરવાસીઓ લાલઘુમ થઇ ગયા છ તેઓે કહી રહ્યા છેકે, અગાઉ સરકારને નગર બનાવવા સોનાના ટુકડા સમાન જમીન મફતમાં લઈ લીધી છે અને હવે ગામના પશુઓને ચરવા માટેનુ ગૌચર પણ પડાવી લેવુ છે. તેથી આ બાબતે નગરજનોએ હુંકાર કર્યો છેકે હવે પેથાપુરને બીજુ અમદાવાદનુ પીરાણા નહિ બનવા દઇએ. 
ડમ્પિગ સાઇટ જ્યાં પસંદ કરવામાં આવી છે ત્યાં પાસે જ ૭૦૦ વર્ષ જૂનુ મહાદેવનુ મંદિર આવેલુ છે. સરકારે પવિત્ર યાત્રાધામ દ્વારા મંદિરનો વિકાસ કરવાની જગ્યાએ તેનો વિકાસ રૂંધવાની વાત કરી રહી છે. ત્યારે કચરો અહિંયા તો નહિં જ ઠાલવવા દેવામા આવે.તેથી હવે આ ગામના લોકો આવો અન્યાય સહન કરવામાગતા નથી. અને લડત આપષે. 
નગરના નાગરિકોમાં ડમ્પીંગ સાઇટને લઇને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જીતેન્દ્રસિંહે કહ્યુ કે, શહેરમાં સાડી, સોની અને ચંપલ બજાર વિકસી રહ્યુ છે. ત્યારે સ્વાભાવિક છેકે કચરાની દુર્ગધ પેથાપુરમાં આવશે જ. પરંતુ સાથે સાથે પીંપળજ અને ફતેપુરા ગામને પણ અસર થશે. એક સાથે ત્રણ ગામમાં ડમ્પીંગથી નુકશાન થશે.તબીબનો વ્યવસાય કરતા ડૉ. પ્રકાશ ઝાલાએ કહ્યુ કે ડમ્પિંગ સાઇટ ગામ હોય કે શહેર તેનાથી દુર હોવી જોઇએ. જ્યારે ડોર ટુ ડોર ફરતા વાહનોના કારણે કચરામાંથી રજકણો ઉડતા રહેશે. કચરો લઇને નિકળતા રસ્તા ઉપર જેટલા લોકોના સંપર્કમા આવશે તેની આરોગ્ય ઉપર અસર થશે. ત્યારે નાગરિકોની હેલ્થ ઉપર અસર થશે. 
સરકારે પેથાપુરમાં ગાંધીનગરનો કચરો નાખવાનુ નક્કી કયુ છે, તે યોગ્ય નથી. નગરજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થશે. જ્યારે અમદાવાદનો કચરો પીરાણામાં નાખવામાં આવી રહ્યો છે. ત્યારે ત્યાં શુ સ્થિતિ છે, તે દરેકને ખબર છે. કોઇ પણ ભોગે પેથાપુરને બીજી પીરાણા નહિ બનવા દઇએ.અમદાવાદનો કચરો અમદાવાદમાં, સુરતનો સુરતમાં, બરોડાનો બરોડામાં તો પછી ગાંધીનગરનો કચરો પેથાપુરમાં કેમ ? સરકારે પેથાપુરને અત્યાર સુધી શુ આપ્યુ છે. પાટનગરના કચરાને ઠાલવવા સરકારે શહેરમાં વ્યવસ્થા કરવી જોઇએ. મારા આગણામાં જગ્યા ના હોય તો અન્યના ઘરના આંગણામાં જઇને થોડો આરામ ફરમાવાય. પેથાપુરના ખેડૂતોએ શહેર બનાવવા જમીનો આપી દીધી છે. જમીનો આપ્યા બાદ બાજુમાં જ જીઇબીનુ નિર્માણ કરાયુ. પરિણામે અમને સરકારે રાખ આપી. હવે બીજી વધારે રાખ નથી જોઇતી. ડમ્પિંગ સાઇટ સરકારને જ્યાં બનાવવી હોય ત્યા બનાવે, પરંતુ પેથાપુરમાં તો નહિ જ. ગાંધીનગરનો કચરો નાખવા માટે પેથાપુરમાં જમીન ફિક્સ કરવામાં આવી છે. ડમ્પીંગ સાઇટ બનાવવાનુ નક્કી કરાયુ છે તે જમીન-પાસે આવેલી સાબરમતી નદી તથા મંદિર જોવા મળી રહ્યુ છે. નગરજનો દ્વારા સાઇટ નગરમાં નહિ લાવવા માટે મોરચો માંડવામાં આવ્યો છે. 
સરકારે જમીનો પડાવી લીધા બાદ ગૌચર ઉપર નજર નાખી છે. ત્યારે અમારા ગામના પશુઓ ક્યાં ચારો ચરવા જશે ?. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો પશુપાલનનો વ્યવસાય કરી જીવન ગુજારે છે, ત્યારે મંત્રી નિવાસમાં ચારો ખવડાવવા લઇ જવા પડશે. અમદાવાદમાં રોજનો હજ્જારો ટન કચરો નિકળે છે. જેમાં મોટા ભાગનો કચરામાં પ્લાસ્ટીક જોવા મળે છે. ત્યારે પહેલા સરકારે પ્લાસ્ટીક બંધ કરાવવુ જોઇએ. પ્લાસ્ટીક ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બંધ થશે તો આ ધૂમાડા કે પ્રદુષણ નહિ ફેલાય. સરકાર પ્લાસ્ટીક ઉપર બેનનો નિયમ બનાવે છે. પરંતુ અધિકારીઓ પાસે અમલ કેમ કરાવી શકતી નથી.

Previous articleફૂલ સ્પીડ ટ્રકે કારને અડફેટે લીધી, પતિ-પત્ની સહિત ૪ના મોત
Next articleરાજુલાના ભચાદર ગામે નવરંગો માંડવો યોજાશે