ડી-માર્ટની બદામમાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો

377

છેલ્લાં કેટલાક દિવસોથી રેસ્ટોરન્ટ્‌સ, હોટલના ફૂડમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે બતાવે છે કે નાગરિકો હવે જાગૃત થયા છે, અને પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. ત્યારે ભારતની ફેમસ સુપરમાર્કેટ ચેઈન ડી-માર્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ડી-માર્ટમાંથી ખરીદાયેલી બદામમાં જીવાત ફરતી દેખાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ડી-માર્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એક ગ્રાહકે ડી-માર્ટ માંથી ખરીદેલી બદામના પેકેટમાંથી મોટી માત્રામાં જીવાત ફરતી દેખાઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બદામના પેકેટમાં અસંખ્ય જીવાતો ફરી રહી છે. એટલું જ નહિ, ડી-માર્ટમાંથી ખરીદેલ બદામના પેકેટમાં કચરો પણ હતો. વાયરલ વીડિયોમાં સાથે બિલ પણ બતાવવામાં આવ્યું છે. આ બિલમાં ગોંડલ રોડ, રાજકોટ ડી-માર્ટનો પેકેટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Previous articleમિઠાઈ-ફરસાણમાં વપરાતા કુકિંગ ઓઈલની વિગત નોટિસ બોર્ડ પર લગાવવી પડશે
Next articleબે દિવસ પૂર્વે થયેલા લૂંટ વીથ મર્ડર કેસમાં પોલીસે બેને ઝડપ્યા