સામાજિક કાર્યો થકી આપણે કોંગ્રેસનો જનાધાર મજબુત કરવાનો છે : અજય દવે

1264
guj1992017-1.jpg

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સામાજિક સંગઠન સંકલન સેલના ચેરમેન અજય દવેની અધ્યક્ષતામાં શુક્રવારે નવા વરાયેલા હોદ્દેદારોને પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆત બે મિનિટના મૌન સાથે કરાઈ હતી. જેમાં ઉપસ્થીત વોર્ડ સ્તરથી લઈને પ્રદેશ કક્ષા સુધીના હોદ્દેદારોની કરાયેલ નિમણુંક સાથે પરિચય સાથે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્ક્ષય સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજયસભાના સાંસદ અહેમદ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના માર્ગદર્શનથી સામાજિક સંગઠન સંકલન સેલની રચના કરવામાં આવી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જનાધાર મજબુત કરવા અને નવસર્જન ગુજરાતના નારાને બુલંદ કરવા માટે અત્યારથી જ કામે લાગી જવું પડશે એમ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મદનલાલ જયસ્વાલે જણાવ્યું હતું.
જયસ્વાલે નવા વરાયેલા હોદ્દેદારોને સંબોદન કરતા વધુમાં કહ્યું કે ભાજપના રર વર્ષના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયા છે. તેને  પ્રજા સમક્ષ ઉજાગર કરવાના છે. સામાજિક સંગઠન સંકલન સેલમાં નવા વરાયેલા હોદ્દેદારોને આવકારતા ચેરમેન અજય દવેએ જણાવ્યું હતું કે, ગ ુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર ત્રણ જ મહિના બાકી છે ત્યારે આપણે સહુએ એક જુથ બનીને અત્યારથી જ કામે લાગી જવું પડશે. તેમજ સામાજિક કાર્યો થકી આપણે કોંગ્રેસના જનાધારને મજબુત કરવાનો છે. 
સેલના પ્રદેશ મહામંત્રી તન્મય શેઠે આ બેઠકને સંબોધન કરતા જણાવ્યું કે, ૧૩૧ વર્ષ જુના પક્ષમાં આજે નવા વરાયેલા હોદ્દેદારોને આવકારૂં છું. ભાજપની સરકાર ખોટા જ શ ખાંટવાનું કામ કરે છે. એક બાજુ મેટ્રો ટ્રેનનો પ્રોજેકટ પુરો થયો નથી. ત્યાં બુલેટ ટ્રેનની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ સરકારના વિવિધ વિકાસના કાર્યો ઉપર ભાજપની સરકાર માત્ર થપ્પો મારી રહી છે. આ સમગ્ર બેઠકમાં નવા વરાયેલા હોદ્દેદારો, એડવોકેટ સી.આર. ચૌધરી અમદાવાદ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ  મદનલાલ જયસ્વાલ સેલના ઉપપ્રમુખ બ્રિજકિશોર શર્મા, સેલના પ્રદેશ મંત્રી તન્મય શેઠ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેલના પ્રદેશ મંત્રી બલભદ્રસિંહ ઝાલા અને શહેર મંત્રી અમરીશ પટેલ દ્વારા સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું. 

Previous articleભાવનગરથી માતાના મઢની યાત્રા
Next articleહીંડોરડાના પુલમાં મોટુ ગાબડું પડ્યું