સિદ્ધપુર હિટ એન્ડ રન… લક્ઝરી બસની અડફેટે બાઇકસવારનું મોત નીપજ્યું

1267

કાળી ચૌદશના દિને સિદ્ધપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. શહેરના અશોક સિનેમા પાસે થયેલા અકસ્માતમાં બાઇકસવારનું મોત થયું છે. એક લક્ઝરી બસની અડફેટે બાઇક સવાર મોતને ભેટતા લોકોના ટોળેને ટોળા એકઠાં થઈ ગયા છે. ઘટના બાદ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવીને મૃકને હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

દિવાળીના પર્વ નિમીતે બજારમાં ખરીદી કરવા જઈ રહેલા એક વ્યક્તિને લક્ઝરીએ અડફેટે લીધા હતા. પૂરપાટે જતી લક્ઝરીએ બાઇક સવારને ટક્કર મારતાં એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ બાઇક સવારે જીવ ગુમાવી દીધો હતો.

સામાન્ય રીતે ભારે વાહનોને શહેરોમાં સવારે ૭.૩૦ વાગ્યા પછી પ્રવેશ નથી હોતો ત્યારે અશોક સિનેમા જેવા વિસ્તારમાંથી સવારે પસાર થઈ રહેલી લક્ઝરીએ એક બાઇક ચાલકનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર અકસ્માતના પગલે ગ્રામજનોના ટોળેને ટોળા એકઠાં થઈ ગયા હતા અને સૌ કોઈ લક્ઝરી ચાલક પર ફિટકાર વરસાવી રહ્યા હતા.

અકસ્માતના પગલે સિદ્ધપુર પોલીસે લક્ઝરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. અકસ્માત બાદ ચાલક લક્ઝરી સાથે ફરાર થઈ ગયો હોવાથી પોલીસ આ મામલે તપાસ કરશે. લક્ઝરી ક્યાંની હતી અને ચાલક કોણ હતો તેની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Previous article’ઘરમાંથી ૩૬ મણ સોનું નીકળશે’ કહી ઢોંગીએ જમીન દલાલને અઢી કરોડનો ચુનો લગાવ્યો
Next articleકચ્છ એકસપ્રેસમાં નકલી નામથી ટિકિટ બુકીંગનું કૌભાંડ ઝડપાયું