ભવસાગરની રમત

455

જિંદગી નથી જુતાઓની જોડ કે તેને જુતાઓની જેમ ઘસી નખાય,

જિંદગી તો છે ઉતારચડાવની સોગઠાબાજી,મળી બાજી જિતી જવાય”.

સોગઠાબાજી ૯૬ ક્યારાની રમત છે૧૬ સોગઠા અને  રમનારા મળી ભવસાગરની રમતનો એક્સરે તૈયાર કરે છેબીજા શબ્દોમાં કહુ તો સંસારનું આબેહૂબ ચિત્ર તૈયાર કરી મને અને તમને કોઈનેકોઈ સંદેશ આપે છેલાલ,લિલા,કાળા અને પિળા સોગઠા જીવનના રંગો છેઆપણે ક્રોધ, ઇર્ષા, મોહમાયા અને લોભના દુષણ વચ્ચે અટવાય પડીએ છીએઆપણુ આખુ આયખુ ક્યારે વિતી જાય છેતેની પણ ખબર રહેતી નથી.

લાલ રંગઆપણી આ વૈભવી સુખની દોટ વચ્ચે જિંદગી વેરવીખેર થઈ જાય છેબીજો રંગ લીલો છેઆપણી લિલા રચવામાં આપણુ જીવન નદીના પ્રવાહની જેમ સડસડાટ વહી જાય છેજેમ પોપટ એક વૄક્ષ પરથી બીજા વૄક્ષ પર વિહાર કરતો હોય છેતેમ આપણે પણ જીવનના તબક્કા વટાવતા રહીએ છીએપોપટ અચાનક તેની જાણ વિના શિકારીના સકંજામાં આવી જાય છેતેમ માણસ પણ બંગલા, મોટર અને ધન કમાવામાં જિંદગી વેડફી નાખે છેઆત્માની ઓળખ કરવાનો મોકો ગુમાવે છેમાણસને તેના માટે સમય મળતો નથ.  તે માણસ ઇશ્વર પાસે પોતાના કલ્યાણ માટે સમય માગે છેપિળો રંગ: શ્રમ અને મહેનતનો માનવામાં આવે છેજીવનના રહસ્યો ખોલી અગમ પ્રદેશની યાત્રા કરાવે છેસોગઠાબાજીની રમતમાં પિળા સોગઠાને ગધેડાની ઉપમાં પણ આપી છેગધેડુ માલિકના ભલા માટે કર્મ કરે છે આપણે પણ આપણા માલિક ઇશ્વરની સૄષ્ટિના કલ્યાણ માટે નિ:સ્વાર્થ કર્મ કરતા રહેવુ જોઈએકોઈને સંપત્તિનું દાન આપવુ હોય તો તે સંપત્તિ પિળા પાને લખી આપવાનો અનોખો રિવાજ આપણે ત્યાં ખૂબ જુનો છેપિળુપાનુ એટલે સુવર્ણ પત્રરાજા મહારાજા પોતાની રૈયતને સુંદર કાર્ય કરવા બદલ પુરસ્કારના ભાગરૂપે ઘણી વેળા બક્ષીસમાં સોનાના પતરા પર જમિન, જાગીર કે રાજનો ભોગવટો લખી આપતા હતાચોથો અને છેલ્લો કાળો રંગ છેજેને સોગઠાબાજીની રમતમાં ભેંસની ઉપમાં આપવામાં આવી છેભેંસને આપણે ડોબુ પણ કહીએ છીએડોબુ એટલે અક્લનો અભાવસોગઠાબાજીની રમતને ચાર બાબતોની સિમા અને સો સોગઠામાં વિભાજીત કરવામાં આવી છેચાર લાલચાર લિલાચાર પિળા અને ચાર કાળા સોગઠા હોય છેચાર યૂગની બાજી જીતવા આપણે સોળ કળાનો ઉપયોગ કરવાનો હોય છે સમય દરમિયાન આપણે ચોરાશી લાખ યોનીની યાત્રા કરવાની રહે છેપ્રત્યેક યાત્રા પુંજી કમાય આપે તેવી સુખદ નીવડતી નથી હોતીમાનવ અવતાર આપણી સ્વર્ગની સિડી બની શકે તેવી યાત્રા છે યાત્રાનો પ્રારંભ પિંડનું બીજ રચાતા  થાય છેમુગ્ધ અવસ્થાની આપણી  યાત્રા લગભગ એળે જાય છેજોકે અભિમન્યુએ  અવસ્થામાં પણ કોઠા યુદ્ધની વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતીભગવાન કૄષ્ણ પોતાની બહેન સુભદ્રાને કોઠા યુદ્ધ વિશે સંભળાવી રહ્યા હતામોડી રાત્રીના પડઘમ વાગતા બહેન સુભદ્રા નિંદરમાં સરી પડે છેહોકારો બંધ થતા ભગવાન કૄષ્ણ બોલે છે. “સુભદ્રા વાર્તા સાભળે છો? ઉત્તર મળતો નથીભગવાન કૄષ્ણ સાત કોઠા યુદ્ધની વાર્તા અટકાવી દે છે” થોડીવારમાં અવાજ સંભળાય છે. “મામા વાર્તા ચાલુ રાખો હું સાંભળુ છું”  ભગવાન તેનો ખેલ બગડી  જાય માટે આગળ વાત વધારતા નથીમાટે અભિમન્યુ સાતમાં કોઠાનું શિક્ષણ પામી શકતો નથીઅભિમન્યુને સાતમાં કોઠાના યુદ્ધમાં પોતાનો પ્રાણ ખોવો પડે છેઆમમુગ્ધ અવસ્થાની ઉતાવળ પણ આડખિલી બની શકે છેબાળપણ પણ નદીમાં તણાતા છિપલાંની જેમ સરકી જાય છેયુવાની મહત્વકાંક્ષમા પુરાઈ જાય છેવૄદ્ધા અવસ્થા રોગોથી ઘેરાય જાય છેપરિણામે આપણે મળેલી બાજી ખો બેસીએ છીએઆખરે કર્મની લેતીદેતીના ચક્કરમાં ફસાય પડીએ છીએસુખ અને દુખના વમળ વચ્ચે આપણી જિવાત્માની ગાડી પોતાના યાત્રા માર્ગ પર ગબડતી રહે છે.

 

સોગઠાબાજીની રમત વિશે લખતા પહેલા તેના વિશે જાણી લેવા મને વિચાર આવ્યોબાળપણમાં મારા કાકા દાદાના –  ભાઈ બહેનો  રમત લગભગ રોજ રમતા હતાબહેનોનું જાગરણ હોય ત્યારે તો બાજી મંડાયા વિના રહેતી  નહિટેલીવિઝન કે મોબાઈલનો  જમાનો  હતોચલચિત્ર જોવાનો શોખ કેટલાંકની આદત જરૂર જોવા મળતી હતીછતાં સોગઠા બાજીનું ઘેલુ લાગ્યુ હોય તેમ બધા ખૂણેખાચરે રમતા જોવા મળતા હતામારા મોટા ભાઈ  રમતના બાદશાહ ગણાતા હતાબહેન રંભાબેન પણ તેની બહેનપણીઓ સાથે સોગઠાબાજી રમવાનો મોકો મળે તો ગુમાવતી નહિ કોડી હથેળીમાં ઉલટસુલટ થઈ જાય તે રીતે ખખડાવી દાણા લેવાની પ્રણાલી  રમતમાં હોય છેચત્તી અને બઠ્ઠી પડેલી કોડીની સંખ્યાના આધારે રમતવીરે પોતાનું સોગઠુ (કુકરુ) બાજીના છન્નુ ક્યારા પાર ઉતરી પાકવાનું હોય છેરસ્તામાં આવતા સોગઠા(કુકરુ)  મારતા જવાના હોય છેરમતની બાજીમાં કોઈ પોતાની સોગઠી નિશાને  ચડાવી દે તેની કાળજી રાખવી પડે છેસોગઠીને સલામત રાખવા ફૂલમાં પહોંચી જવુ ડાહપણ ભર્યું ગણાઈ છેફૂલમાં કોઈ મારી શકતું નથીજીવનમાં ચલીત થયા વિના આપણે પણ સોહમ પ્રદેશમાં સ્થાન પામીસલામત બનવુ જોઈએઆપણી જીવનબાજીનું  સલામત ફૂલ છેકોઈ અલગારી આવુ સ્થાન પામતો હશેમોટા ભાઈ સાથે મારો સંવાદ સોગઠાબાજી પર ચાલતો હતોમારા મનમાં જીવનના ઉતાર ચડાવના બદલાતા પ્રવાહો પર ઘમસાણ મચ્યું હતુમેં પુછ્યુ: “વલ્લભભાઈ સોગઠાબાજીના ચાર રંગો આપણને શું સુચવે છ?”મોટાભાઈ બોલ્યા: “ભાઈ સાંભળ, સોગઠાબાજી ભવસાગરની રમત છેતેને રમી જાણે તે ભવસાગર તરી જાય છેતેમણે ઉમેર્યુ લાલ રંગ અહંકારમાં ઢસડી જાય છેલિલો વૈભવનું વળગણ આપે છેપીળો ગધેડાની જેમ વેતરુ કરાવે છેકાળો જગતના આટાપાટાથી અળગા રાખે છેજે બધી લિલા જાણી શકે છેતે ભવસાગરની રમત જીતી જાય છેતેમણે કહ્યું કે આપણી સોગઠી ગાંડી થયેલી સોગઠીની જપટે  ચડી જાય તેની કાળજી રાખવી પડે છેગાંડી થયેલી સોગઠી અવળી ચાલે છેવળી તેને રમતના કોઈ ચાલવાના નીમયમો પણ બંધન કરતા નથીતેથી તેનાથી બચવુ ખૂબ અઘરુ હોય છેજીવનની બાજીમાં પણ આપણે ડગલે ને પગલે આવા લોકોનો સામનો કરવો પડે છેમરણિયો થયેલો માણસ આપણને ગમે તેવુ નુકસાન પહોંચાડી શકે છેતેથી આવા લોકોથી ચેતતા રહેવું જોઈએ”

 

મોટાભાઈની વાત સોળ આનાની કહેવાયઆતંકવાદી લોકો સાથે બાથ ભરવા જેવી  કહેવાયછતાં આજકાલ ખૂમારીના નામે દેશની ખૂશીઓ હોડમાં મૂકી બણગા ફૂંકવાનો નશો ચડી ગયો હોયતેમ રોજ નવા પડકારો ઊભા કરવામાં આવી રહ્યા છેકરવા કરતા બોલવાનું વધતું જાય છેઆપણે પણ ગાડરની માફક એક પછી એક કુવામાં પડતા રહીએ છીએઅંતની ખબર નથીઆતંકવાદને મિટાવવાની ફીશિયારીના નામે દેશના જવાનોનો ભોગ લેવાઈ રહ્યો છેપરમાણુનો ભંડાર દબાવી બેઠેલા દેશને છંછેડી મુલ્યવાન માનવજીવનને રગદોળવા સત્તાના લાલચુ લોકો ખૂરશીના નશાખોર બબડી રહ્યા છેકોઈ આતંકવાદીના હાથમાં પરમાણુનો ભંડાર આવી જશેતો હર્યાભર્યા દેશની હાલત દયનિય થઈ જશેવિશ્વનું સૌથી મોટુ માનવ ધન નાશ પામશેલાખો લોકોની આશા ધૂળમાં મળી જશેવિકાસના વંટોળનો કચ્ચરઘાણ વળતા વાર નહિ લાગેઆતંકવાદને લલકારી જીતી શકાતો નથીતેને જીતવા કિમિયો કરવો પડે છે. “ચોર પાછળ ચણા  ઉપાડાય” ચોરને ચોરી કરવાની ફાવટ હોય છેચોરને જોઈ આપણે તેની નકલ  કરાયઆપણે આવડતના અભાવે રંગેહાથે ખેતરના માલિક ખેડૂતના હાથમાં સપડાય છે  તેનો માર ખાવો પડે છેતેવી  રીતે આપણે,અર્જુનની જેમ શબ્દબાણનો ટંકાર કરી આતંકવાદ ચલાવતા લોકોને ઉશ્કેરી યુદ્ધના રણમેદાનમાં ફસાવાનું જોખમ નોતર્યું છેકોઈવાર તેનું દૂરગામિ પરિણામ ભોગવવાની નોબત આવી શકે છેઅમેરિકા કરે તે આપણે કરવાની જરૂર નથીકારણ કે આપણી તે સંસ્કૄતિ નથીઆપણી તે પરંપરા પણ નથીઆપણી ધરતિમાં સત્વ છેજ્યાં મહાભારત વવાઈ છે ત્યાં ગીતા ઉગી નીકળે છેઆપણો દેશ ખેતી પ્રધાન દેશ છેત્યાગની  ભૂમિમાં જિંડું રતન પાકે છેજ્યારે યુદ્ધનું મંચ બનેલી ભૂમિમાં ખનીજતેલ નીકળે છેમિત્રો, ભારત અને અમેરિકા વચ્ચેનો  મોટો તફાવત છેએટલે હું અમેરિકાની નકલ નહિ કરવા કાકલુદી કરુ છું.

 

કાળા સોગઠાની વાત આગળ ધપાવુ તો કાળો રંગ ભગવાન કૃષ્ણનો છેભારતવર્ષમાં કૄષ્ણની તોલે કોઈ આવી શકે તેમ નથીતેમણે પાંડવોને વિજયની વરમાળા પહેરાવા યુદ્ધમાં ઘણા કાવાદાવા કરવા મદદ કરી હતીપણ પાંડવોને એક પણ આંચ આવી નહિતેનું કારણ ભગવાન કૄષ્ણની કૂશળતા  હતીતેનું કારણ પ્રજાના કલ્યાણનું કામણ હતુઆજકાલ પ્રજાની સગવડના નામે પોતાના ઘર ભરવાની  હોડ જાગી છેમાત્ર ચોમાસાના ચાર માસમાં રસ્તાનું નામ નિશાન પણ રહેતુ નથીલગભગ ૮૦ ટકા રકમ લાગતાવળગતા લોકોના ખિચામાં લહેર કરવા પહોંચી જાય છે૨૦ ટકા ખર્ચાયેલી રકમ ગુણવત્તાવાળા માર્ગો આપી શકતી નથીઆતો માત્ર ઉદાહરણ છેસરકારી દરેક કામમાં આવી  પોલ ચાલે છેભગવાન કૃષ્ણ ગીતાના માધ્યમથી દરેકને કર્મ બજાવવા અંગુલી નિર્દેશ કરે છેછતાં આપણે ગેરરીતિથી ધન કમાવા વલખા મારતા રહીએ છીએધનના વળગણથી દુષિત થયેલા આપણે સૌ સત્યને વિસરી ગયા છીએછતાં નરસી મહેતા મહાત્મા ગાંધીજીના ઉદાહરણ આપીમહાપુરુષોના મહોત્સવ ઉજવવાનો ડોળ કરીસત્યના ચિંથરા ઉડાડી રહ્યા છીએત્યારે ચોપાટના છન્નુ ઘર જીતવા નીકળેલા રમતવીરને કહીશ.

લાલ રંગ દરબાર છેલિલો એનો સરદાર.

પિળો પેટિયું રળવા ખૂબ કરે તમાલ;

કાળો કૄષ્ણ કામણ કરે વિંધે વાંસ અપાર,

પિડા પામી બને વાંસળી સૂર છેડે અફાટ.”

 

ભગવાન કૄષ્ણ અન્યની સુખાકારી માટે કામણ કરતા હતાતેઓ પોતાના હુંકારથી મુક્ત રહેતા હતાએટલુ  નહિ કોઈ કર્મ બાંધવા ઇચ્છતા  હતાતેઓ શરીરથી આત્માને અલગ જોઈ શકતા હતાતેથી તેઓ અનેક અપપમાન સહન કરી શક્યા હતાપોતાની અંતિમ ઘડી આવી પહોંચી ત્યારે એક ભીલના હાથે ઘવાય દુનિયામાંથી વિદાય થયા હતાભગવાન કૄષ્ણ કર્મના બંધનને પોતાનું ઇશ્વરપણુ ભૂલીસંસારની માયાજાળ અકબંધ રાખવાકર્મના ત્રાજવે ભીલ દ્વારા મળનાર મૄત્યુ દંડ સ્વિકારવા તૈયાર થયા હતારામા અવતારમાં ભગવાન રામચંદ્રજીએ વાલીનો વધ વૄક્ષ પાછળ છુપાદગાથી કર્યો હતોકારણ વાલીને વરદાન મળ્યુ હતુતેની સામે આવી જે લડે તેનું અડધુ બળ વાલીમાં આવી જાયતેથી સામી છાતીએ ભગવાન રામ પણ તેનો વધ કરી શકે તેમ  હતાબીજા અવતારમાં બદલા રૂપે ભીલના તીરકાંમઠે ભગવાન કૄષ્ણનો પ્રાણ લીધો હતોઆમ,કર્મનું ફળ કોઈને છોડતું નથીજેમ હજારો ગાયોનું ધણ ચાલ્યું જાતું હોય પણ વાછરડું તેની માતાની ઓળખ કરી તેના આંચળે વળગી પડે છેતેમ કર્મ ફળ પણ અનેક યાત્રા પુરી કરી આવેલા આત્માને ઓળખી લે છેતેનો હીસાબ ચૂકતે કરી લે છેકર્મના આટાપાટા સમજવા સોગઠાબાજીની રમત ઘણુ શિખવી જાય છેચોપાટના છન્નુ ક્યારા જે સોગઠી પાર કરી લે છેતેનો તોડ થઈ ગયો કહેવાય છેપાકટ બનેલી સોગઠી ચોપાટની માયાજાળમાંથી મુક્તિ મેળવી લે છેકેટલાક પાકટ બનતા પહેલા ગાંડુ કાઢે છેગાંડી સોગઠી બીજાની બાજી બગાડે છે.

 

આતંકવાદનો ધોબી માનવની મલીનતાનો પડદો ધોવા ઇશ્વર મોકલતો હશેએવુ પણ બની શકે છેબાકીતો એક ધરતી માતાના સંતાનને નિર્દોષ માનવજાતનો ખૂડદો બોલાવવા ભગવાન શા માટે મોકલેતમે કહેશો કે તેને ધર્માંધ બનાવી તાલીમ આપવામાં આવે છેઇશ્વરની ઇચ્છા વિરુધ જો એક પાન પણ ફરકી શકતું  હોયતો આટલો મોટો આતંકવાદ શી રીતે ભભકી શકે?

 

સોગઠાબાજી પણ લુપ્ત થઈ રહી છે. ત્યારે મંગળાચરણ એકકાવ્ય પંક્તિથી કરીશ.

 

ભૂલાય રહ્યું છે,એક ભારત, ભારત દેશ તરીકે,

ભભકી રહ્યો છે ભ્રષ્ટાચાર, એક ભીષણભાર તરીકે;

ફેલાય રહ્યો છે આતંકવાદ, એક આતંકવાદ તરીકે,

દૂર કરવા છે  દૂરાચાર, એક ઉત્તર તરીકે”.

અનુભવના ઓટલે અંક ૩૩

(લેખક- લાભુભાઈ સોનાણી)