લાયન્સ કલબ ઓફ હિંમતનગર દ્વારા “ટુર દી લાયન” એ નામથી નીકળેલી સાયકલ રેલીનું વિદ્યાનગરી કેમ્પસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ રેલી પશ્ચિમ ભારત થી પૂર્વ ભારત સુધીની નીકળેલ છે. જે કચ્છના ભુજથી શરૂ થઈને આસામના કામાખ્યા સુધી જશે. આ સાયકલ રેલીનો હેતુ સમાજમાં “પાણી બચાવો, વૃક્ષો વાવો, અને પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરો” એવી જાગૃતિ લાવવાનો છે. આ રેલીના સ્વાગત માટે લાયન્સ ક્લબ હિંમતનગર પ્રમુખ મહેન્દ્રપટેલ કેબિનેટ ઓફિસર લા ડી એલ પટેલ ,લા અર્ચના સોની , લા રમેશ શાહ અને લા ઈલા રાવલ અને અન્ય લાયન્સ સભ્યો ઉપસ્થિત રહ્યા મહેન્દ્ર પટેલ એ જણાવ્યું કે આ રેલી માં આર્મીના મેજર કેપ્ટન, ડોક્ટરો અને બેન્ક મેનેજરો પણ ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ ઉમદા હેતુસર નીકળેલ આ યાત્રા દરમ્યાન ૩૮૦૦ કિલોમીટરનો સાઇકલ પ્રવાસ, ૭ રાજ્યો અને નેપાળ અને ભૂતાન એમ ત્રણ દેશોને આવરી લેશે. વિદ્યાનગરી પ્રમુખ શ્રી ડી એલ પટેલ અને ડીસ્ટ્રીકટ ચેરમેન શ્રીમતી અર્ચના સોની એ બધા જ પ્રવાસીઓને આગળના પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રાસંગિક વક્તવ્યમાં બધાનો ઉત્સાહ વધે એવું ઉદબોધન કર્યું હતું. લાયન્સ પ્રમુખ મહેન્દ્ર ભાઇપટેલ આપેલ માહિતી મુજબ, આવેલ યાત્રિકોનું ફૂલછડી અને કુમકુમ તિલક સ્વાગત કરવામાં આવ્યું, એમના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી,સાથે સાથે આનંદ ની વાત એ પણ છે કે,હિંમતનગર ના ગૌરવ મેહુલ જોશી ( એવરેસ્ટ વિજેતા ) ની વિશેષ ઉપસ્થિતિ મેહમાનો માટે પેરણાદાયક રહી સર્વે લાયન મિત્રો અને ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓના સહકાર થકી સ્વાગત કાર્યક્રમ અદભૂત રહ્યો હતો.



















