રાજુલા તાલુકાના બાબરીયાધાર સહિતના વિકાસ કામો અંગેના મુખ્યમંત્રીને રજુઆત

696
guj1322018-1.jpg

રાજુલા તાલુકાના બાબરીયાધાર તથા ડુંગર સહિત તમામ ગામોની વિકાસના કામો બાબતે જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, રાજુલા શહેર પ્રમુખ મયુરભાઈ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા સુકલભાઈ બળદાણીયા, મહેશગીરી, કમલેશભાઈ (માધવ) હિંમતભાઈ જીંજાળા નગરપાલિકા માજી ઉપપ્રમુખ, અમીતભાઈ અને શૈલેશભાઈ સહિત જીલ્લા તાલુકા અને નગરપાલિકાના વિકાસના કામો બાકી છે શરૂ થઈ અધવચ્ચે બંધ પડ્યા છે તે શરૂ કરાવવા તેમજ બાબરીયાધારનો જોલાપરી પુલ જર્જરીતને રીપેરીંગ કરવો તેમજ બાબરીયાધારથી વાયા અખેગઢ આસરાણા રોડ ગાડા માર્ગ બની જતા કોઈ વાહન ચાલી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય માટે નવો રોડ બનાવવા માંગ તેમજ બાબરીયાધારમાં આજુબાજુના ૬ ગામની જનતા માટે કોઈ દવાખાનું ન હોય દવાખાનું મંજુર કરાવવા તેમજ પશુ દવાખાનાની મંજુરી મળવા બાબત તેમજ ડુંગર ગામમાં દવાખાનુે જવા માટે પુલ જ નથી ચાલી જવા માટે ચોમાસામાં પાણી હોય દવાખાનું ખાલી જ રહે છે. માટે નવો પુલ મંજુર કરી ચોમાસા પહેલા પુલ બનાવવા બાબત તેમજ તાલુકાના દરેક ગામોની વિગત વાર વિકાસના કામો મંજુર કરી અધુરા કામો પુર્ણ કરવા ધારાદાર રજુઆત કરાઈ હતી. 

Previous articleગુજરાત રેકોર્ડ હોલ્ડર એસો.ની સ્થાપના કરાઈ
Next articleઝવેરચંદ મેઘાણી પ્રા.શાળામાં ચકલી દિનની વિશેષ ઉજવણી