બાબરા તાલુકામાં અતિવૃષ્ટિ અંગે તાત્કાલિક સર્વે કરવા કિશાન સંઘ દ્વારા આવેદન અપાયું

370
બાબરા તાલુકા માં ચાલુ સિઝની વરસાદ છેલ્લા ૪૦ વર્ષ માં રેકર્ડ બ્રેક નોંધાવવા ના કારણે અતિ વૃષ્ટિ થી ખેડૂતો ને મોટી નુકશાની અંગે તાત્કાલિક અસર થી સરકારી માધ્યમ મારફત કિશાન સંઘ ને સાથે રાખી સર્વે કરવા ની માંગ સહિત વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી ના ખેડૂતો ના બાકી  બિન પિયત વીમા મળવા અંગે ખેડૂતો સાથે રાખી ધારદાર રજુવાત સાથે સ્થાનિક મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માં આવ્યું છે
વિગત મુજબ વધુ વરસાદ થી ખેડૂતો ના ઉભા પાક માં મોટું નુકશાન થયું છે અને સફેદ અને કાળા તલ સહિત ના કઠોળ જાતો ના પાક સદંતર નિષ્ફળ રહ્યા છે સાથો સાથ તાલુકા માં અવ્વલ નંબરે વાવેતર થતી મગફળી અને કપાસ માં વધુ વરસાદ થી મોટું નુકશાન અને હાલ મહા વાવઝોડા ના પગલે વરસેલા વરસાદ થી મગફળી ના તૈયાર પાક ના પાથરા સહિત સુકા ચારા અને કપાસ માં નુકશાની વર્તાઈ રહી છે ત્યારે સ્થાનિક તંત્ર અને જીલ્લા કલેકટરશ્રી ખેડૂત લગત તમામ કચેરી ના અધિકારી વર્તુળ સાથે કિશાન સંઘ ને સાથે રાખી તુરંત અતિ વૃષ્ટિ ના પગલે થયેલા નુકશાન અંગે સર્વે કરવા પ્રબળ માંગ ઉઠાવી છે
બહોળા ખેડૂત વર્તુળ સાથે રાખી કિશાનસંધ ના બાબરા તાલુકા પ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા,સહિત મંત્રી ભાનુભાઈ પાનશેરીયા યુવા પાંખ ના પ્રમુખ પરેશભાઈ કુંભાણી દ્વારા મામલતદાર કચેરી ખાતે ધારદાર રજુવાત સહિત આવેદન સુપ્રત કર્યું હતું.
તસ્વીર : ચિતરંજન છાટબાર
Previous articleગુજરાત રાજ્ય ના આઈ પી એસ પૂર્વ ડી.જી સયેદ સાહેબ ની અધ્યક્ષતા માં સામાજિક સંવાદિતા સંમેલન યોજાયું
Next articleબાબરા પંથક માં રાની પશુ ના આંટા ફેરા થી ગામ ની શિમ માં બળદ નું મારણ કર્યું