સ્વછતાં વિષય પર દીવાલ પર વોલ પેઇન્ટિંગ નું આયોજ કરાયું

562

શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બીપીટીઆઇ અને વળીયા કોલેજની સામે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની દિવાલ પર ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તથા રોટરેક્ટ ક્લબ ભાવનગર યુથના સંયુક્ત ઉપક્રમે વોલ પેઇન્ટિંગ અંતર્ગત એક એકથી ચડિયાતા સંદેશ સાથે રંગદર્શી ચિત્રોથી દિવાલને સુશોભિત કરવામાં આવી છે.

વિક્ટોરિયા પાર્ક, ડોકટર હોલ, યુનિ. દિવાલ બાદ આ વિસ્તારમાં પણ વોલ પેઇન્ટિંગથી કલાનગરીનું નામ વધુ સાર્થક થયું છે.