બીઆરટીએસ અકસ્માત બાદ કોર્પોરેશન કચેરી ઉપર દેખાવા

541

પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસની અડફેટે બે સગા ભાઇઓના મોતની ઘટના બાદ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને કોંગ્રેસે આજે દાણાપીઠ ખાતેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજયા હતા. કોંગ્રેસ તરફથી બીઆરટીએસ કોરીડોર હટાવો, નિર્દોષ નાગરિકોને બચાવોની માંગણી કરી જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો યોજયા હતા. એક તબક્કે પોલીસ છાવણીમાં ફેરવાયેલી અમ્યુકો વિપક્ષના નેતા દિનેશ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી સહિતના નેતાઓએ સમગ્ર કરૂણાંતિકાને લઇ અમ્યુકો સત્તાવાળાઓની જવાબદારી ઠરાવી હતી અને એક તબક્કે મેયર શ્રીમતી બીજલબહેન પટેલના રાજીનામાની માંગણી કરી હતી. આજે કોંગ્રેસના દેખાવો દરમ્યાન અમ્યુકો કચેરી ખાતે પોલીસે એક તબક્કે બળપ્રયોગ કરી, ટીંગાટોળી કરી કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી હતી. બીજીબાજુ, કોંગ્રેસના દેખાવો અને વિવાદ વકરે નહી તે હેતુથી મેયર શ્રીમતી બીજલબહેન પટેલ તેમની કચેરીમાં હાજર જ રહ્યા ન હતા, જેને પગલે કોંગ્રેસે મેયર પર પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે મેદાન છોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મહિલા કોંગી કાર્યકરોએ હાથમાં બંગડીઓ લઇ અમ્યુકો સત્તાધીશોને તેમની નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવી બંગડી પહેરી લેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અમ્યુકો વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો કે વાહનચાલકો બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થતા હોય કે ક્રોસ કરતાં હોય ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવરો બસની સ્પીડ ઓછી કરવાના બદલે તે બેફામ રીતે હંકારી જતા હોય છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. આજની કરૂણાંતિકામાં બે સગા ભાઇઓના મોત નીપજયા છે તે આઘાતજનક છે. બીઆરટીએસ કોરિડોર અકસ્માતો માટે જવાબદાર હોઇ તે તાત્કાલિક ધોરણે હટાવવા જોઇએ. દરમ્યાન અમ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતુ કે, બીઆરટીએસ બસના ડ્રાઇવરોના બેફામ અને બેજવાબદારીભર્યા ડ્રાઇવીંગને લઇ છાશવારે આવા અકસ્માતો સર્જાતા રહે છે પરંતુ આજની ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. વળી, આ રૂટ પરના સીસીટીવી પણ બંધ છે, મેયરે પ્રજાના પ્રતિનધિ તરીકે હાજર નહી રહેતાં કાયર તરીકે વર્તન કર્યું છે. ખરેખર પ્રજાના પ્રશ્નો સાંભળવા મેયરે હાજર રહેવું જોઇતુ હતુ અને પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકી જઇ શહેરના નાગરિકો પરત્વે મેયરે બેજવાબદારીભર્યુ વર્તન દાખવ્યું હોઇ મેયરે રાજીનામુ આપી દેવું જોઇએ. કોંગ્રેસના નેતાઓના ઉપરોકત પ્રતિનિધિમંડળ તરફથી મેયરની ગેરહાજરીમાં પૂર્વ મેયર અમિત શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અમૂલભાઇ ભટ્ટને આવેદનપત્ર સુપ્રત કરી ભોગ બનેલા બંને યુવકોના પરિવારજનોને દસ-દસ લાખ રૂપિયાનું યોગ્ય વળતર

Previous articleપાંજરાપોળ પાસે BRTSબસની અડફેટે બે સગા ભાઈના મોત થયા
Next articleGPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે