બ્રહ્માકુમારીઝ ગાંધીનગરનો ૪૦મો વાર્ષિકોત્સવ સમારોહ ભવ્ય શોભાયાત્રા, આતશબાજી અને તપસ્વીમૂર્ત આત્માઓના સન્માન સાથે ઉજવાયો

1120

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયના સેકટર.૨૮, ગાંધીનગર ખાતે આવેલ સેવાકેન્દ્રનો ૪૦ વાર્ષિકોત્સવ રંગમંચ, સેકટર.૨૮, ગાંધીનગર ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ ગયો. આ ભવ્યાતિ ભવ્ય સમારોહની શરૂઆત ૧૬ થી ૨૦ નવેમ્બર ૨૦૧૯ રોજ સાંજે ‘શ્રીમદ ભગવત ગીતાનું અદભૂત રહસ્ય’ અને ૧૭ થી ૨૦ નવ્મર, ૨૦૧૯રોજ સવારે ‘પારિવારિક શાંતિ અને પરમાત્મ અનુભૂતિ શિબિર, સાથે થયેલ. જ્યારે ૨૧ નવેમ્બરના રોજ સાંજે ૪થી ૬ સન્માનિત તપસ્વીમૂર્ત આત્માઓની શોભાયાત્રાને ગાંધીનગરના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, આદરણીય ઉષા દીદીજી, કૈલાશ દીદી તથા  નેહા દીદીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવેલ.  સેકટર.૨૮ના રીંગ રોડ પર ફરેલ. જેમાં બગી, ઘોડા, ડી.જે. તથા ચાર અને બે પૈડાવાળા વાહનોમાં સૌ જોડાયેલ.

        સ્ટેજ ફંકશનની શરૂઆતમાં સાંજે ૬થી ૭ ગાંધીનગરની વિવિધ સરકારી શાળાના બાળકોએ  ગણેશ વંદના, ગરબો, ગાગર ડાંસ, પંજાબી ડાંસ, રીંગ ડાંસ, રાજસ્થાની ડાંસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી સમારોહમાં ઉપસ્થિત સૌના દિલ જીતી લીધેલ. જ્યારે સમારોહમાં મંચાસિન મહેમાનોનું બ્રહ્માકુમારી બહેનો દ્વારા પુષ્પગુચ્છ, તિલક, ખેસ, માળા, મુગુટથી સ્વાગત અભિવાદન કરવામાં આવેલ. જ્યારે ચિલોડા સેવાકેંદ્ર સંચાલિકા બી.કે.તારાબેને શબ્દોથી  અને બાળા દ્વારા યે આંગન યે દ્વારે ગીત પર નૃત્યથી સ્વાગત કરેલ.આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ મણિનગર સબઝોન સંચાલિકા બી.કે.નેહા દીદીએ મુખ્ય વક્તા તરીકે પોતાની આગવી, સ્વરલ અને પ્રભાવિત શૈલીમાં પ્રાસંગિક પ્રવચન આપતાં સૌને બ્રહ્માકુમારીઝ સંસ્થાની ગતિવિધીઓથી અવગત કરતાં બ્રહ્માકુમારીઝ ગાંધીનગર દ્વારા ૪૦ વર્ષમાં થયેલ સેવા પ્રવૃતિઓને બિરદાવેલ અને આ માટે ગાંધીનગર સેવાકેંદ્ર સંચાલિકા કૈલાશ દીદી ને ધન્યવાદ પાઠવેલ.આ પ્રસંગે ગાંધીનગર સમાચારના તંત્રી અને ગાંધીનગર કલ્ચર ફોરમના પ્રમુખશ્રી કૃષ્ણકાંત જહાંએ શુભકામના પાઠવાતાં સાહિત્યિક ભાષામાં બ્રહ્માકુમારી સંસ્થા અને કૈલાશ દીદીના ભરપૂર વખાણ કરતાં ગાંધીનગરમાં શાંતિ, સોહાર્દ, બહેનોની સુરક્ષા, ગુંહાખોરી દૂર થાય તે માટે ભરપૂર પ્રયાસ કરવા હાંકલ કરેલ. જ્યારે ગાંધીનગર વોર્ડ નં.૧ ના કોર્પોરેટર શ્રીમતી હર્ષાબા ધાંધલે મુક શુભકામના પ્રદર્શિત કરેલ આ પ્રસંગે સૌ મંચાસિન તથા આમંત્રિત મહેમાનો દ્વારા વિશેષ કેક કટીગ કરવામાં આવેલ. સાથે સાથે વિશેષ રોકેટ-ફટકડાની આતશબાજી તથા આકશમાં ઉડતાં રંગીન ગુબ્બારાઓથી આકાશ સુશોભિત થયેલ. ત્યારબાદ સમારોહના અધ્યક્ષા રીટાબેન પટેલ-મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા બ્રહ્માકુમારી અને ખાસ કરીને કૈલાશના ખોબ વખાણ કરતાં અભિનંદન પાઠવેલ. આદરણીય કૈલાશ દીદીજી સૌઅને આશીર્વચન પાઠવતાં ૪૦ વર્ષા ની આ અધ્યાત્મિક યાત્રામાં જોડાવવા બદલ સૌનો આભાર માનેલ. આ ખાસ પ્રસંગે ગાંધીનગરના વિકાસ સાથે સતત ઓતપોત સાથી-સહયોગી એવા ગાંધીનગર શહેર વસાહત મહામંડળ અને અરૂણોદય ફાઉન્ડેશનના પ્રમુખ, ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ ગાંધીનગર અને મેડિકલ કોલેજ એથિક્સ કમિટી સભ્યશ્રી અરૂણભાઈ બુચનું વિશેષ સન્માન કરવામાં આવેલ. તેમણે કેટલાંક સેવાકીય વિશેષ પ્રસંગો ટાંકી સ્મૃતિ તાજી કરાવેલ. બી.કે.તારાબેન દ્વારા ખૂબ જસારી રીતે મંચ સંચાલન કરવામાં આવેલ.   

        આ પ્રસંગે ગાંધીનગર શહેરની વિવિધ એન,જી,ઓ/સંસ્થાઓ (૧) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન,(૨) રોટરી ક્લબ, (૩) લાયન્સ ગાંધીનગર ફોર્ટ, (૪) જ્યોતિ મહિલા મંડળ, (૫) ગોલ્ડન લેડી ક્લબ, (૬) રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ, એમ.ડી.ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ, મોટા ચિલોડા, (૭)  અલ્પ ફાઉન્ડેશન, (૮) હિમોફિલીયા શિક્ષણ અને માહિતિ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર, (૯) ઇન્ડિયન લાયન એન્ડ લાયોનેસ સ્વર્ણિમ ગાંધીનગર, (૧૦) પંચદેવ મંદિર, ગાંધીનગર, (૧૧) લાયોનેસ ક્લબ, ગાધીનગર દ્વારા સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી બ્રહ્માકુમારીઝ અને કૈલાશ દીદીનું મોમેન્ટો ભેટ કરી અભિવાદન કરેલ.         આ સ્વર્ણિમ ઘડિયે બ્રહ્માકુમારીઝ ના ૫૩ તપસ્વીમૂર્ત ભાઈ બહેનોને આદરણીય કૈલાશ દીદી  મેયર શ્રી રીટાબેન અને બી.કે. નેહા દીદીના હાથેસન્માન પત્ર, સૌગાતઅને પ્રભુપ્રસાદ-ટોલી આપી સન્માન કરવામાંઆવેલ. કાર્યક્રમ ને અંતે સૌએ પ્રેમપૂર્વક બ્રહ્માભોજનનો સ્વીકાર કરેલ.