બોટાદ જિલ્લાના મહેસુલી કર્મીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ

490

બોટાદ જિલ્લાના મહેસુલી કર્મીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને લીંબડીયા સ્થિત સાત હનુમાન આશ્રમ ખાતે યોજાઈ હતી.


આ ચિંતન શિબિરમાં જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ મહેસુલી અધિકારી – કર્મચારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, હકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાથી કામગીરી ઝડપી અને સરળ બનશે સાથો સાથ સમયનો વ્યય થતો અટકશે અને મહેસુલીને લગતા પ્રશ્નો નિયત સમયમાં નિકાલ થશે. તેમણે આધુનિક ટેકનોલોજીના સાથે ઉપસ્થિત કર્મચારીઓને તેમના હસ્તકનીહકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાથી કામગીરી ઝડપી અને સરળ બનશે સાથો સાથ સમયનો વ્યય થતો અટકશે કામગીરીમાં નિપૂણતા કેળવવા પણ અનુરોધ કર્યો હતો.આ શિબિરમાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા કલેકટર બી.એન.પટેલે પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યં હતું. ગઢડા પ્રાંત અધિકારી ડી.બી.મકવાણા અને રાણપુર મામલતદાર તમન્ના ઝાલોડીયાએ મહેસુલને લગતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે મહેસુલી કામગીરીનું માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં મહેસુલને લગતા વિવિધ વિષયો જેવા કે જનસેવા કેન્દ્ર, રેવન્યુ કેસોનો ઝડપી નિકાલ, કચેરી ખાતે અન્ય બાબતોમાં સુધારા ઉપર જૂથ ચર્ચા પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમની સ્વાગત વિધિ ગઢડા નાયબ મામલતદાર એ તેમજ આભારવિધિ બોટાદ મામલતદાર એ કરી હતી.આ ચિંતન શિબિરમાં શ્રી સાત હનુમાન આશ્રમના મહંતશ્રી ધીરજરામબાપા, શિક્ષક નરેંન્દ્રભાઈ જોષી, એડવોકેટ સંજયભાઈ ઠાકર તેમજ બોટાદ જિલ્લાના મહેસુલી અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસર ટી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા માંથી બે આરોપી મરચાં ની ભુકી છાંટી ફરાર
Next articleપોલીસ વિશિષ્ટ સેવા પદક પ્રંશનીય સેવા પોલીસ પદક સન્માન ૧૬૮ પોલીસ કર્મીઓ અધિકારીઓને એનાયત કરવાનો ગૌરવશાળી સમારોહ