જામખંભાળિયા :  નિશા ગોંડલિયા પર ફાયરિંગ

1121

રાજ્યમાં ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના બીટકોઇન કેસમાં ઘટસ્ફોટો સાથે ચિત્રમાં આવેલા નિશા ગોંડલિયા પર ફાયરિંગ

રાજ્યમાં ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના બીટકોઇન કેસમાં કેટલાક ઘટસ્ફોટો સાથે ચિત્રમાં આવેલા નિશા ગોંડલિયા પર ફાયરિંગ થયું છે. પ્રાપ્ત અહેવાલો નજીક જામનગર રહેતા નિશા ગોંડલિયા પર જામ ખંભાળિયા નજીક ફાયરિંગ થયું છે. નિશા ગોંડલિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામખંભાળિયાની સરકારી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

નિશા ગોંડલિયાને ફાયરિંગમાં માથાના ભાગે ઇજા પહોંચી છે. તેઓ બીટકોઇન કેસના સૂત્રધાર સમા શૈલેષ ભટ્ટના સાળી છે અને કેટલાક પુરાવાઓ સાથે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે એ સમયે બીટકોઇન કેસમાં તેમના પર હુમલો થઈ શકે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

નિશા ગોંડલિયાએ અગાઉ આ કેસમાં તાજના સાક્ષી બનવા માટે બહાર આવ્યા હતા. તેમણે અમદાવાદમાં યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કેસના આરોપી શૈલેષ ભટ્ટના સાળી નિશા ગોંડલિયાએ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું, “ બનેવી હોવાના નાતે તેમણે મને આ કેસમાં પોતે નિર્દોષ હોવાની વાત કરી હતી અને એક મોબાઇલ સાચવવા આપ્યો હતો. શૈલેષ ભટ્ટે મને કહ્યું હતું કે આ મોબાઇલમાં મારી નિર્દોષતાના પુરાવા છે. જોકે, બાદમાં મને જાણ થઈ કે એ આરોપી છે. આ કેસમાં જામનગરના જયેશ પટેલ નામના વ્યક્તિએ મારી પાસેથી તેમના મિત્રએ જામનગરથી મારી પાસેથી આ ફોન લઈ લીધો હતો. જોકે, બાદમાં શૈલેષ ભટ્ટે મને એવું કહ્યું કે આ ફોનમાં મારો બીટકોઇન હતા. આમ મારા બનેવીએ મને અંધારા રાખી અને ફોન આપ્યો હતો. આ મામલે શૈલેષ ભટ્ટે મને ધમકી આપી હતી. ”

બીટકોઇન કેસના આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ જણાવ્યું હતું કે આરોપીઓની ધમકીથી કંટાળી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Previous articleશક્તિશાળી ન્યુક્લિયર મિસાઇલ કે-૪ના પરીક્ષણની તૈયારી કરાઈ
Next articleપાલીતાણાના આદપુર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ૪૭ મા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન અંગે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી બરનવાલ