આલ્કોક એશડાઉન કંપનીના ગોડાઉનમાંથી કેબલ વાયરની ચોરી કરનાર ત્રણ ઈસમોને એસઓજી ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે વૈશાલી સીનેમા પાસે મેલડી માંના મંદીર પાસે રોડ ઉપરથી આરોપીઓ ભાનુભાઇ માધાભાઇ પટેલીયા ઉ.વ.૩૦ રહે. કુંભારવાડા, નારી રોડ, મફતનગર, નરેશભાઇ ઉર્ફે ટકી ભુપતભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.ખેડુતવાસ, સવાભાઇનો ચોક, કનાભાઇ ઓધાભાઇ વિસાવડીયા ઉ.વ.૨૫ રહે. નવાબંદર, કાળીકા માની ડેરી પાસે લોડીંગ રીક્ષાનં-જીજે ૧ બીએક્સ ૯૬૬૭ માં ભરેલ તાંબાનો વાયર વજન ૬૩ કિલો કિ.રૂ઼ ૨૫,૨૦૦/- મળી કુલ કિ.રૂ. ૫૦,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને ઇસમોને પુછપરછ કરતા ઉપરોકત તાંબાનો વાયર આલ્કોક એશડાઉન કંપનીમાંથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.