અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર દ્વારા વ્યસનમુક્ત ભારત યાત્રાનો રથ

1103

ભારતમાં દર ૫ કલાકે વ્યસન થી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.સરકારી તંત્ર સહિત વિવિધ સંસ્થાઓ વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવે છે.જે પૈકી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર દ્વારા વ્યસનમુક્ત ભારત યાત્રાનો રથ ૨૦મી સપ્ટેમ્બર -‘૧૯થી ગાંધી આશ્રમ,અમદાવાદથી શરૂ થયેલ ગાંધીનગર,અરવલ્લી,પોરબંદર,રાજકોટ,મોરબી થી અમરેલી જિલ્લાના દામનગરમાં ગત રોજ મોડી સાંજે આવી પહોંચેલ.વ્યસનોથી થતું નુકશાન અને થતા મોત થી પરિવાર તેમજ સમાજ માટે ખતરારૂપ સંદેશો આપતી ઘટનાઓને એલ.ઈ.ડી.ની મોટા પરદા પર દેખાડવામાં આવેલ.દામનગર અને બહાર ગામના લોકોએ નિહાળતા તેમાંથી ઘણા વ્યસનીઓને અસર થતા વ્યસન મુક્ત થયા હતા.આ રથ તા.૭-૧ ને મંગળવારે ભાવનગર જીલ્લામાં પ્રવેશી ૫ દિવસના રોકાણ દરમ્યાન અલગ-અલગ શહેરોમાં સંદેશો આપશે.ત્યારબાદ દ.ગુજરાતમાં આ રથ જશે.ત.સૌજન્ય અતુલ શુકલ.

Previous articleશીશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત શનિવારના રોજ પતંગ બનાવવાનની તાલીમ આપવામા આવેલ
Next articleમલંગમાં આદિત્ય-દિશાની કેમિસ્ટ્રીથી તમામ પ્રભાવિત