રાજુલાના ખાંભલીયા ગામની શાળામાં એક શિક્ષીકા આઠ વર્ષથી ગેરહાજર !

817
guj2732018-7.jpg

રાજુલાથી ફકત ૩ કિ.મી. દુર આવેલ ખાંભલીયા ગામે છેલ્લા ૮ (આઠ) વર્ષની શિક્ષિકા મિનાક્ષીબેન સી. બુટાણી શાળામાં નહીં આવતા હોવાની ફરિયાદ અવાર-નવાર જિલ્લા શિક્ષણા અધિકારી તાલુકા શિક્ષણાધિકારીને અનેકવાર રજુઆતો કરવા છતા આ મિનાક્ષીબેન સી. બુટાણી ખાંભલીયા ગામે તા. ૯-પ-ર૦૧૦થી પોતાની ફરજ પર હાજર રહેતા નહીં હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલ છે. આ અંગે રાજુલા તાલુકા પંચાયતમાં તાલુકા શિક્ષણાધિકારીના ચાર્જમાં જેઠવાભાઈ હોય તેનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ છે કે, આ શિક્ષિકાબેનનો કામગીરીનો ઓર્ડર જિલ્લામાંથી કરવામાં આવેલ છે અને રાજુલા કુમારશાળા નં. ૧માં કામગીરીનો ઓર્ડર થયેલ છે. આ અંગે નિષ્ણાંતોની રાય લેતા કામગીરી સ્કુલો બંધ રહેતી હોય તેવા સંજોગોમાં જ કામગીરી આપવાની હોય જયારે આમા તો ફકત શિક્ષિકાની અનુકુળતા માટે કાયદાનો દુરૂપયોગ કરીને કામગીરીના ઓર્ડર  થતા હોવાનું લોકોમાંથી જાણવા મળેલ છે અને ખાંભલીયા ગામે આવેલા પ્રતિનિધિઓ દ્વારા એવું જણાવેલ છે કે, આ બહેનના બદલામાં તમોને બે શીક્ષકોને કામગીરીમાં મુકીએ પરંતુ આ બહેનનો આગ્રહ છોડો ચા ઉપરથી એવુ ફલીત થાય છે કે, આમાં સૌની મીલી ભગત તેમ લાગી રહ્યું છે જયારે ગ્રામજનોમાંથી એવો આક્રોશ સામે આવેલ છે કે, જો ર શીક્ષકો મુકી શકો છો તો આ બહેનને શા માટે ન મુકી શકો ? જો તેઓ સરકારનો પગાર લેતા હોય તો તેઓએ ગામડામાં આવવું જ પડે અને જો દિન-૧માં આ પ્રશ્નનું સોલ્યુશ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ગામની સરપંચ રામભાઈ વાધ, લાભુભાઈ જે. લાખણોત્રા, ગોલણભાઈ વી., વાજસુરભાઈ હમીરભાઈ, ભીમભાઈ મુલુભાઈ, માણસુરભાઈ લાખણોત્રા તેમજ યુવા અગ્રણી ગભરૂભાઈ એસ. લાખણોત્રાએ જણાવેલ છે.

Previous articleભાયલાના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાયો
Next articleધંધુકા સતવારા સમાજ કેરીયર એકેડેમી દ્વારા પુસ્તકનું વિતરણ