વિદેશમાં વસતા ભારતીયો ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપવા પ્રતિબધ્ધ

608

ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે તેમજ દેશ-વિદેશમાંથી વિધાર્થીઓને
આમંત્રિત કરવા માટે તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન શિક્ષણમંત્રી શ્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ પદે પૂર્વમધ્ય દેશોમાં “સ્ટડી ઇન ગુજરાત” પ્રથમ અભિયાન અંતર્ગત રોડ
શોનું આયોજન થયું હતું. આ રોડશોને કુવૈત અને દુબઈ ખાતે અપ્રતિમ સફળતા મળી છે.
શિક્ષણમંત્રીશ્રી ચુડાસમા અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માના નેતૃત્વ હેઠળના
પ્રતિનિધિમંડળે કુવૈત અને દુબઈમાં યોજાયેલ રોડ શો દરમિયાન ત્યાં વસતા ભારતીયોએ ગુજરાતને
ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટેના રાજ્ય સરકારના આ પ્રયાસોને બિરદાવીને સંપૂર્ણસહયોગ આપવા તત્પરતા દર્શાવી છે. દુબઈ ખાતે આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર આંતરરાષ્ટ્રીયવિધાર્થી સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાતને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ રોડ શો દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉચ્ચ તેમજ ટેકનિકલ
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે કુવૈત અને દુબઈની મુલાકાત
લીધી હતી. આ બંને દેશોમાં યોજાયેલા એક્ઝિબિશન અને રોડ શૉ દરમિયાન ૧૫૦૦ કરતાં પણ વધુ
વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, આચાર્યો, શિક્ષણક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો, એમ્બેસેડર્સ અને કોન્સ્યુલ જનરલ
ઉપસ્થિત રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય રોડ શૉ દરમિયાન ૧૭ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં
કુવૈતમાં ૬ અને દુબઈમાં ૧૧ એમઓયુ થયાં હતાં. કુવૈતમાં ડિઝાઇન અને ઇનોવેશન ક્ષેત્રે સ્વર્ણિમ સ્ટાર્ટ-
અપ યુનિવર્સિટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે ડિઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રે બોક્સ હિલ કોલેજે ગુજરાતટેક્નીકલ યુનિવર્સિટી, CEPT, GNLU, PDPU અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે અલગ-અલગ
એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.


દુબઈમાં સ્કાયલાઇન યુનિવર્સિટી કોલેજ ખાતે પાંચ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
જેમાં પહેલો એમઓયુ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે અને ત્યારબાદ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ
યુનિવર્સિટી, જીટીયુ, કર્ણાવતી યુનિવર્સિટી અને આર.કે. યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.
દુબઈની IHS સ્કૂલની મુલાકાત દરમિયાન PDPU અને IHS તેમજ IIT-RAM અને IHS વચ્ચે એમઓયુ પર
હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આઇડેન્ટિટી બ્રાન્ડિંગ ફર્મએ પણ ગુજરાત ટેક્નીકલ યુનિવર્સિટી, આર.કે.
યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે અલગ-અલગ એમઓયુ પર
હસ્તાક્ષર કર્યા હતા.આ ઉપરાંત, શિક્ષણ મંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે બંને દેશોમાં ભારતીય ડાયસ્પોરાની પણ મુલાકાત કરી હતી, મોટી સંખ્યામાં ભારતીય ડાયસપોરાના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ગુજરાત
સરકારની આ પહેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. યુવાનોને તેમના ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશથી
ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર આ પ્રકારના નાવીન્યસભર અભિયાન ચલાવી રહી છે તે બદલ પ્રશંસા
વ્યક્ત કરી હતી. શિક્ષણ આધારિત અર્થતંત્રના આ યુગમાં તમામ સભ્યોએ રાજ્ય સરકારના આ પ્રયાસોનીપ્રશંસા કરી હતી અને તેઓ જ્યાં પણ જશે ત્યાં ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપવા તત્પરતા દર્શાવી છે.

આ પ્રવાસના દરમિયાન યુનિવર્સિટી ઑફ દુબઈની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રતિનિધિમંડળે
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. એસ્સા અલ બાસ્તકીની મુલાકાત લઈને શિક્ષણમાં તકોઅંગે પરામર્શ કર્યો હતો
અને શ્રી બાસ્તકી આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સંમેલનમાં ભાગ લેવા માટે
ગુજરાતને આમંત્રણ પણ આપ્યું હતું. શ્રી બાસ્તકી ગુજરાતમાં રહેલી શૈક્ષણિક તકો વિશે જાણીને ખૂબ
પ્રભાવિત થયા હતા અને રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવામાં તેમણે ઊંડો રસ દર્શાવ્યો
હતો.બંને દેશોમાં, ગુજરાતના પ્રતિનિધિમંડળે કુવૈતની ઇન્ડિયન કોમ્યુનિટી સ્કૂલ, બોક્સ હિલ કોલેજ,
યુનિવર્સિટી ઑફ દુબઈ, દુબઈની ઇન્ડિયન હાઈ સ્કૂલ, દુબઈની દિલ્હી પ્રાઇવેટ સ્કૂલ જેવી અનેક ભારતીય
સ્કૂલોની મુલાકાત લીધી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓને ગુજરાતની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમથી
માહિતગાર કર્યા હતા. આ રીતે બંને દેશોમાં આંતરરાષ્ટ્રીય રોડ શૉ દરમિયાન દસ હજાર કરતા પણ વધુ
વિદ્યાર્થીઓએ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે પરામર્શ કરીને માહિતી મેળવી હતી.
આ રોડશોના પ્રતિનિધિમંડળમાં અમદાવાદ યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી,
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો
યુનિવર્સિટી, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, આઈઆઈટી-રામ, કર્ણાવતી યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી,
આર.કે યુનિવર્સિટી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન
યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ચારૂસટ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી અને નિરમા
યુનિવર્સિટીના પ્રતિનિધિઓ જોડાયા હતા.

Previous articleનગરી હિંમતનગર ખાતે યોજાયેલ “યોગ, પ્રાણાયામ અને મેડીટેશન” વર્કશોપ
Next articleઅનુભવના ઓટલે અંક: ૪૪ કલાકારનો કર્ણી ભેદ