ગીર સોમનાથ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં ૯૦૦ થી કલાકારોએ રજુ કરી કલાકૃતિઓ

305

ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ વેરાવળની સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ  વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં લોકગીત ,સમુહ જ્ઞાન ,વિવિધ સંગીતના વાદન ,વ્યક્તિગત અભિનય સહિત વિવિધ કલા બાળકો ,યુવાઓ અને સૌ કોઈ રજૂ કરી શકે તે માટે તેમને મંચ મળે અને પ્રોત્સાહન મળે તે હેતુ એ આવી સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે .

આ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ શાળા કોલેજ તેમજ ઓપન એન્ટ્રી મળી કુલ ૯૦૦થી વધુ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતા. અને પરંપરાગત લોક સાહિત્યની શૈલી માં પણ તેઓએ તેમની કલા રજૂ કરી હતી.