પોષણ અભિયાન યજ્ઞમાં આહુતી આપવા માટે ગ્રામજનોને અનુરોધ

548

ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે, જે અંર્ગત રાજ્ય સરકારે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ની શરૂઆત કરી છે. તે અન્વયે પાટણ તાલુકાના સરવા અને કુણઘેર ખાતે પાટણ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મનિષ ભારદ્વાજની અધ્યક્ષતામાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અન્નપ્રાશન વિધિ તથા ટી.એચ.આર વિતરણ, પોષણ અદાલત નાટક, બીજું પિયર ઘર, બાળ-તંદુરસ્તી અને વાનગી હરીફાઈનું ઇનામ વિતરણ તેમજ પાલક દાતાઓનું મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આંગણવાડીની મુલાકાત લઇ બાળકોને આપવામાં આવતો પોષણયુક્ત નાસ્તો તેમજ બાળકોને પ્રવૃત્તિઓ, વૃદ્ધિ વિકાસ ની વિગતો, રસીકરણની કામગીરી, સગર્ભા મહિલાને પોષણ, સંપપરામર્શ નવજાત અને નાના બાળકોને આહાર આપવાની રીતો વગેરે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા. આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોષણ અભિયાન યજ્ઞમાં આહુતિ આપવા દરેક સમાજે કમર કસવી પડશે અભિયાનમાં સમાજને કુપોષિત બાળકોને સુપેષિત બનાવવા હાકલ કરી હતી. આંગણવાડીના બાળકો, ધાત્રી માતાઓ, બાલિકાઓને કુપોષણમાંથી મુક્તિ અપાવી સુપોષિત રાષ્ટ્રનું નિર્માણ કરીએ આંગણવાડીના ઓછા વજનવાળા બાળકોને લીલા ઝોનમાં લાવવા કિશોરીઓના એનિમિયાના પ્રમાણમાં ઘટાડો કરવો. સમગ્ર વર્ષ દરમિયાન ગામનું કોઇ પણ બાળક કુપોષિતના રહે તે પ્રકારની કામગીરી કરવા અનુરોધ કર્યો. રાજ્ય સરકારની પોષણ લગતી સેવાઓનો લાભ બાળકોને મળે માતા-પિતા પોષણની બાબતોથી અવગત થાય તેમજ બાળકો તંદુરસ્ત અને સુસજ્જ બને તેવી કાર્યશૈલી હાથ ધરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઉર્મિલાબેન પટેલે કર્યુ હતું. આ કાર્યક્રમમાં સંગઠનના ભાવેશભાઈ પટેલ, મહિલા બાળ વિકાસ ના નાયબ નિયામક શ્રી વિવેક શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી એ.પી. ઝાલા, સંગઠનના હીનાબેન શાહ, મગનભાઈ પટેલ, વિરેશ વ્યાસ, જલુજી ઠાકોર,સરપંચ, આંગણવાડી બહેનો, તેડાગર બહેનો, મહિલાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી બે દિવસીય બેંક હડતાલ પર ઉતર્યો
Next articleમોક્ષ – પરમ પુરુષાર્થ -સાધુ વેદપ્રકાશદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક–૪૧)