મહુવા સ્વામીનરાણ પાર્ક જુગાર રમતા સાત શકુનીઓને રોકડ રૂ.૯૮,૪૧૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૧૩,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

1418

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરા હેહકિકત મળેલ કે, મહુવા સ્વામીનરાણ પાર્ક પ્લોટ નં.૨૩ ના બંધ ડેલા વાળુ બે માળનુ માલઢોર બાંધવાના છાપરાનો કબ્‍જો ભોગવટો ધરાવતા દિલીપભાઇ ભવાનભાઇ ઢેઢી પોતાના છાપરામાં બહારના માણસોને બોલાવી તીન પત્તી નો હારજીતનો જુગાર રમી/રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૭ ઇસમો માણસો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમાનં.(૧) દિલીપભાઇ ભવાનભાઇ ઢેઢી ઉ.વ.૪૨ રહે.વિપુલ સોસાયટી, પ્લોટ નં.૨, મહુવા (૨) મહાવિંરસિંહ હનુભા ચુડાસમાં ઉ.વ.૫૫, રહે.વાસીતળાવ, પંડયા શેરી,મહુવા (૩) ભરતભાઇ ઉર્ફે ભદો ખીમાભાઇ શીયાળ ઉ.વ.૪૦, રહે. વીટનગર, પારસ સોસાયટી બ્લોક નં.૬૫ ની સામે,મહુવા (૪) રાજેશભાઇ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઇ જોળીયા ઉ.વ.૪૨, રહે.જીમખાના ગ્રાઉન્ડની પાછળ, દે.પુ. વાસની સામે, મફતનગર , મહુવા (૫) ઇકબાલભાઇ હયાતભાઇ ખોખર ઉ.વ.૫૪ રહે.ફાગેમાં સોસાયટી, અબાસી બોર્ડીંગ વાળો ખાંચો, મહુવા (૬) અસ્લમભાઇ અહેમદભાઇ શેખ ઉ.વ.૩૪ રહે.ભાદ્રોડના ઝાંપે, ગેટની સામેના ખાંચામાં,ચારા પીઠ, મહુવા (૭) કથુભાઇ બચુભાઇ ભુકણ ઉ.વ.૪૮ રહે.ભાણવડ ગામ, તા.મહુવા વાળાઓ તીન પત્તી નો હારજીતનો જુગાર રમી રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્યાન ઉપરોકત સાતેય ઇસમો રોકડ રૂ.૯૮,૪૧૦/- તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૨૫,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૬ કિ.રૂ.૧,૯૦,૦૦૦/- ગંજી પત્તાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩,૧૩,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર  વી.વી.ઓડેદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. જીવણભાઇ રામભાઇ તથા સાગરભાઇ ડાયાભાઇ તથા પો.કોન્સ. નરેશભાઇ વેલજીભાઇ તથા ભદ્રેશભાઇ ગણેશભાઇ તથા તરૂણભાઇ કુબેરભાઇ તથા સંજયભાઇ નાથાભાઇ તથા મહેન્દ્રભાઇ બટુકભાઇ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleવડોદરા આંતરરાષ્ટ્રીય હ્યુમન એન્ડ રાઇટ્સ દ્વારા વિશ્વ મહિલા દીને મહિલા અધિકાર માર્ગદર્શન યોજાયું
Next articleબે દીવસ પુર્વે પાલીતાણા ભીડભંજન મહાદેવ મંદીર ની આગળ દેના બેન્કની બાજુમા આવેલ પ્રભાત ડેરી નામની દુકાનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ