પાટનગરની સિવિલમાં ૪૫ વોર્ડ વચ્ચે માત્ર ૧૫ જ ECG મશીન

577
gandhi3132018-2.jpg

રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓ બહેતર બનાવવાની વાતો કરી રહી છે. પરંતુ માત્ર વાતો પુરવાર થઇ રહી છે. ખરેખર આરોગ્ય સેવાઓ ખાડે જઇ રહી છે. પાટનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઇસીજી મશીનને લઇને વોર્ડમાં દોડા દોડી કરતો સ્ટાફ જોવા મળી રહ્યો છે. સમયસર ઇસીજી કરવામા આવતા નથી. ત્યારે ૪૫ વોર્ડ વચ્ચે માત્ર ૧૫ ઇસીજી મશીન કામ કરી રહ્યા છે. જ્યારે મશીન ખરીદવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ પહેલા માત્ર એક મશીન નવુ લાવવામાં આવ્યુ છે. ત્યારે લોકોમાં આક્ષેપ થઈ રહ્યો છે કે આરોગ્ય સેવાઓ ખાડે જઇ રહી છે. 
રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓ બહેતર બનાવવાની વાતો કરી રહી છે. પરંતુ માત્ર વાતો પુરવાર થઇ રહી છે. ખરેખર આરોગ્ય સેવાઓ ખાડે જઇ રહી છે. પાટનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઇસીજી મશીનને લઇને વોર્ડમાં દોડા દોડી કરતો સ્ટાફ જોવા મળી રહ્યો છે. સમયસર ઇસીજી કરવામા આવતા નથી. ત્યારે ૪૫ વોર્ડ વચ્ચે માત્ર ૧૫ ઇસીજી મશીન કામ કરી રહ્યા છે. જ્યારે મશીન ખરીદવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ પહેલા માત્ર એક મશીન નવુ લાવવામાં આવ્યુ છે. શહેરની સિવિલની સુવિધાઓમાં વધારો દેખાડવા માટે બે મોટા ટાવર બિલ્ડીંગ બનાવી દેવાયા છે. 
પરિણામે લોકોને સિવિલનો સુધારો કરવામાં આવ્યો હોય તેવો આભાસ થઇ રહ્યો છે. પરંતુ ખરા ખર્થમાં સિવિલ ખાડે જઇ રહી છે. સત્તાધિશો દર્દીઓને સારી સુવિધા આપવામાં વામણા પુરવાર થઇ રહ્યા છે. સામે જરૂરિયાત ઇન્સ્ટુમેન્ટ વસાવવામાં પણ ગરીબ બની રહ્યા છે. નવી ઇન્ડોર બિલ્ડીંગના ૮ માળમાં ૪૫ વોર્ડ કાર્યરત છે. જેમાં મોટાભાગના દર્દનો સમાવેશ થઇ જાય છે. ત્યારે સામાન્ય બિમારીમા અને ખાસ કરીને છાતીના દુઃખાવામાં ધબકારા માપવા માટેનુ ઇસીજી મશીનની તંગી જોવા મળી રહી છે. 
સિવિલમાં ૪૫ વોર્ડમાં માત્ર ૧૫ ઇસીજી મશીન ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. રજૂઆત કરવા છતા કોઇ નિરાકરણ લાવવામાં આવતુ નથી. સ્ટાફને જરૂરી ઇન્સ્ટુમેન્ટ નહિ વસાવી આપવાને લઇને એક યા બીજા વોર્ડમાંથી લાવીને દર્દીની સારવાર કરવી પડી રહી છે. તો ક્યારેક તો ૩૦ મીનીટ જેટલો સમય પણ નિકળી જાય છે. ત્યારે રાજ્યના પાટનગરની સિવિલમાં હોસ્પિટલમાં આ સ્થિતિ જોવા મળીર રહી છે તો અંતરિયાળ વિસ્તારમાં શુ સ્થિતિ હશે ?. ઇસીજી મશીનને લઇને સુપ્રિટેન્ડેન્ટ સાથે વાત કરતા કહ્યુ કે અમે માંગ કરી છે. જેમાં એક મશીન બે દિવસ પહેલા આવ્યુ છે. જ્યારે બીજા પાંચ મશીન આગામી ચાર-પાંચ દિવસમાં આવી જશે. સિવીલમાં સમયસર ઇસીજી કરવામા આવતા નથી. ત્યારે ૪૫ વોર્ડ વચ્ચે માત્ર ૧૫ ઇસીજી મશીન કામ કરી રહ્યા છે. જ્યારે મશીન ખરીદવા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ પહેલા માત્ર એક મશીન નવુ લાવવામાં આવ્યુ છે.પણ તેનો લાભ મળતો નથી.