સાબરકાંઠા જીલ્લામાં આશરે ૨૨ હજાર હેક્ટરમાં જુદા જુદા ઉનાળુ પાકોનું વાવતર થયેલ છે. આ ઉનાળુ પાકો માટે જરૂરી યુરીયા ખાતરના પૂરતા જથ્થાનું આયોજન જિલ્લામાં કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે ઊભી થયેલ લોક ડાઉનની પરિસ્થિમાં શરૂઆતના દિવસોમાં ટ્રાન્સપોર્ટ તથા મજૂરોની મુશ્કેલીઓને કારણે યુરિયા રાસાયણિક ખાતરની સપ્લાય ધીમી હતી. પરંતુ હવે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટ ઉપરના નિયંત્રણો હળવા થતાં તેમજ તે માટે જરૂરી વ્યવસ્થાઓ થતાં અત્યારની પરિસ્થિતિમાં દરેક જિલ્લા તથા તાલુકાઓમાં યુરિયા ખાતરની સપ્લાય ચાલુ છે. આથી ખેડૂત મિત્રોને જણાવવાનું કે રાજયમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતો હોય તેમજ તેની સપ્લાય ચાલુ હોય, દરેક ખેડૂતને પોતાની જરૂરિયાત મુજબનું રાસાયણિક ખાતર મળી રહે તે માટે જરૂરી જથ્થાનીજ ની ખરીદી કરે તથા બિન જરૂરી સંગ્રહ ના કરે તેવી ખાસ વિનંતી ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
 
			 
		


















