મુળીયાપાટ ગામનાં પાદરમાથી પસાર થતી રંઘોળી નદી(કોઝવે)પર વરસો જુની માંગ અધ્ધરતાલ.!!!

0
84

અમરેલી જીલ્લાનું અને લાઠી તાલુકાનું છેલ્લું મુળીયાપાટ ગામમાંથી પસાર થતી રંઘોળી નદીના કોઝવે પર ઓવરબ્રિજ(ઉંચો પુલ )બનાવવાની માંગ અધ્ધરતાલ.!! મુળીયાપાટ ગામનાં મહિલા સરપંચ નયનાબેન સંજયભાઈ બુધેલીયાએ તા.૦૪-૦૭-૨૦૧૭ નાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,સાંસદ નારણભાઈ કાછડીયા, તેં સમયના જીલ્લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુમ્મર, પુર્વ સ્.ન્.છ. બાવકુભાઈ ઉંધાડ, તેમજ કલેકટર,ડી.ડી.ઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને રજુઆત કરી હતી કે (ત્રણ વર્ષનો સમય વીતી ગયો) અમારાં ગામમાંથી પસાર થતી રંઘોળી નદીમા ગારીયાધાર પંથકના ગામડાઓમાથી ચોમાસામાં પુષ્કળ પાણી આવતું હોય ભાવનગર જીલ્લાના લાખાવાડ, હડમતીયા, ઠૉન્ડા, રંઘોળા,ભૂતીયા, માંડવી,અને બોટાદનાં વીકળીયા ગામનાં લોકોને દામનગર-લાઠી-અમરેલી જવા માટે વાહનોને થંભાવી દેવા પડતા હોય છે.ત્રણ વર્ષ જૂની માંગણીને લોકોના પ્રતિનિધિઓ અને સરકારી બાબુઓ ધ્યાનમા લેતા નથી. અને માંગણી વ્યાજબી હોવા છતા સરકારી તંત્રએ કરવાનું કામ થતુ ન હોય સરપંચ નયનાબેન બુધેલીયાએ ઓવરબ્રિજ બનાવવાની બુલંદ માંગ કરી છે.સેવા માટે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ કે સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ પ્રજાનાં પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતા ન હોય તો નૈતિકતાના ધોરણે રાજીનામાં આપી દેવા જોઈએ.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here