હડદડ કોટન સબ યાર્ડ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થીઓને બેંક લોન મંજુરીપત્ર વિતરણ કાર્યક્ર્‌મ

106

બોટાદ હડદડ ખાતે આવેલ કોટન સબ યાર્ડ ખાતે તા.૧૭/૧/૨૦૨૧ ના રોજ બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એન.આર.એલ.એમ. યોજના દ્વારા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલા મંડળના લાભાર્થીઓને લોન મંજુરીપત્રનો વિતરણ કાર્યક્ર્‌મ યોજાયો હતો. આ કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સ્વ સહાય જુથના બહેનોને લોન મંજુરીપત્ર અર્પણ કરવામા આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં ઉર્જા મંત્રી સૌરભભાઈએ જણાવ્યું હતુ કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય પ્રધાનમંત્રીના જ્ન્મ દિવસ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલવામા મુકવામા આવી છે. આ યોજના અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથને કોઇ પણ ગેરેંટી વગર કોઇ વસ્તુ ગીરવે મુખ્યા વગર બેંકો દ્વારા સ્વ સહાય જૂથના દસ બહેનો વચ્ચે એક લાખ રૂપિયાની લોન વગર વ્યાજે આપવામા આવે છે. આ લોનની વ્યાજની રકમ મહિલા સ્વ સહાય જૂથ વતી રાજ્ય સરકાર ભરશે.આ કાર્યક્રમમા ડી.એલ.એમ ગ્રીસ્માબેન દેવમુરારી, ડી.એ.પી.એમ દશરથભાઇ મકવાણા, ભાવેશભાઇ ખાચર, યોગેશભાઇ પઢેરીયા, જી.યુ.એલ.એમ. નગરપાલીકામાથી મીનાક્ષીબેન પરાલીયા તેમજ સ્વ સહાય જૂથના બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.