સાતમાં પગાર પંચને લઇને બોર્ડ નિગમના અધિકારીઓનો વિરોધ

1076
gandhi1452017-7.jpg

ગુજરાત સરકાર હસ્તક આવતા બોર્ડ અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સાતમાં પગાર પંચને અમલી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે. ગુજરાત સરકાર હસ્તક આવતા બોર્ડ – નિગમના ૧ લાખથી વધુ કર્મચારીઓ સાતમા પગારપંચના લાભથી વંચિત છે. શનિવારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહીત વિવિધ કર્મચારી સંગઠનોના સમર્થનમાં બોર્ડ-નિગમના કર્મચારીઓ એક દિવસના ધરણા પર ઉતર્યા હતા. અને તેમની માંગણી જલ્દી જ સંતોષવાની વાત કરી હતી.
એટલું જ નહીં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ રાજ્ય સરકારને ચીમકી આપી છે. ૩૦ મે સુધીમાં સાતમાં પગારપંચ જાહેરાત નહિ કરવામાં આવે, તો ૧૫થી આવશ્યક સેવાઓ આપતા બોર્ડ-નિગમ કાર્ય બંધ પાડી વિરોધ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર બોર્ડ નિગમના ૧ લાખથી વધુ કર્મચારીઓ સરકારના આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. અને આ તમામ લોકોને સત્વરે આ લાભ તેમને મળે તેવી માંગણી છે.