પ્રોડ્યુસર તરીકે આલિયા ભટ્ટે પહેલી ફિલ્મની જાહેરાત કરી

43

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને સોમવારે આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે અને તે ’પઠાણ’ નથી. શાહરૂખ ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી આગામી ડાર્ક કોમેડી ફિલ્મ ’ડાર્લિંગ્સ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શેફાલી શાહ લીડ રોલમાં જોવા મળશે. ડાર્લિંગ્સની પહેલી ઝલક શેર કરતાં શાહરૂખે લખ્યું, “જિંદગી મુશ્કેલ છે ડાર્લિંગ્સ પરંતુ તમે બે પણ તેવા જ છો અમારા ડાર્લિંગ્સને દુનિયા સામે રજૂ કરી રહ્યો છું. સાવચેતી સલાહનીય છે. કહેવાઈ રહ્યું છે કે, આ ફિલ્મ વિચિત્ર મા-દીકરીની વાર્તા છે જે પાગલ કરી નાખતી સ્થિતિમાંથી પસાર થઈને આ દુનિયામાં પોતાની જગ્યા બનાવવાની કોશિશમાં લાગ્યા છે. મુંબઈ જ રહેતી આ મા-દીકરીની જોડીનો પાડોશ સંકુચિત માનસિકતા ધરાવતા લોઅર-મિડલ-ક્લાસ લોકોનો છે. ’ડાર્લિંગ્સ’ની વાર્તા આ બે મહિલાઓની આસપાસ ફરે છે જેઓ હિંમત અને પ્રેમ અપવાદરૂપ પરિસ્થિતિમાં પામે છે. ફિલ્મના મોશન પોસ્ટરમાં એક ચેતવણી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવે છે કે, મહિલાને હાનિ પહોંચાડવી સ્વાસ્થ્ય માટે ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. આ ફિલ્મ સાથે જસ્મીન કે. રીન ડારેક્ટર તરીકે ડેબ્યૂ કરશે. આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી આ પહેલી ફિલ્મ છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસની સાથે આલિયા ભટ્ટ પણ પ્રોડ્યુસ કરી રહી છે. ત્યારે આલિયાએ મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું, “આ ખૂબ ખાસ છે. ડાર્લિંગ્સની જાહેરાત કરી રહી છું. એટર્નલ સનશાઈન પ્રોડક્શન હેઠળનું મારું સૌપ્રથમ પ્રોડક્શન. મારા ફેવરિટ શાહરૂખ ખાનના રેડચિલીઝની સાથે મળીને પ્રોડ્યુસ કરી રહી છું. ફિલ્મમાં શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યૂ છે. ડાયરેક્ટર જસ્મીન કે. રીન, પ્રોડ્યુસર ગૌરી ખાન અને ગૌરવ વર્મા છે.